________________
(૨૦૪)
મહાવીર અને શ્રેણિક હું સત્ય કહું છું. તું જરાપણ માતા પરનો માહ રાખીશ નહિ ને મારી આજ્ઞાને અમલ કર?”
આપની આજ્ઞા મારે શિરસામાન્ય છે. પિતાના કથનને અભયકુમારે અનુમોદન આપ્યું. અભયકુમારને આજ્ઞા કરીને મગધરાજ મહાવીરસ્વામીને વંદન કરવાને ગમે;
પિતાની આજ્ઞા પામીને અભયકુમારવિચારમાં પડ. મારી માતાએ સ્વાભાવિક રીતે નિર્દોષ અને સહગુણસંપન્ન છે છતાં પિતાજીએ જ્યારે આવી કઠેર આજ્ઞા કરી તે મારે આ સમયે શું કરવું? પિતાજીની આજ્ઞા માન્ય કરી શું મારી માતાને માટે જ હાથે નાશ કરું? ત્યારે પિતાજીની આજ્ઞા અમાન્ય કરૂં ? તે પણ ન બને; કારણ કે એ તે રાજાજ્ઞા. મોચીના કરવતની માફક બને રીતે ભયંકર હેય છે. પિતાની આજ્ઞા પણ પાલવી જોઈએ? તેમજ માતાઓનું પણ રક્ષણ કરવું જોઈએ. એ બન્ને બાબતે સચવાય તે માટે કયે માર્ગ મારે ગ્રહણ કરે? ગમે તેવું વિષમ અને ભયંકર કાર્ય પણ વિચારપૂર્વક કરવામાં આવે તે પાછળથી ખેદ થતું નથી.
કેટલેક વિચાર કર્યા પછી બુદ્ધિમાન અભયકુમાર મંત્રીએ અંત:પુરની નજીક હાથીખાનાની પર્ણકુટીઓને સળગાવી દીધી અને માણસો દ્વારા ઉદ્યોષણા કરાવી કે “અન્ત:પુર દગ્ધ થઈ ગયું. અન્તઃપુર દગ્ધ થઈ ગયું.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com