________________
(૨૦૨ )
મહાવીર અને શ્રેણિક.
નિશા સમયે ચલ્લણાદેવીની ભ્રુજલત્તાનું ઓશીકું કરીને રાજા નિદ્રાવશ થયા. ગાઢ નિદ્રામાં પડેલા ચેલણાદેવીના હસ્ત મહાર નિકલી ગયા જેથી દુસહ શીતવેદના સહન કરતા ચેલણા જાગૃત થઇ ગઈ ટાઢની પીડાને સહન કરતી ચેર્લીશાએ પોતાના હાથ અંદર લઇ લીધા તે સમયે પેલા મુનિનું સ્મરણ થયું જેથી તે ખેલી “ અહા ! આવી ઠંડીમાં તેનું શુ થયું હશે ? ” એમ આલતી ચેલણા ફ્રીને નિદ્રાવશ થઇ ગઇ.
CL
ચેલણાનાં સિત્કારથી અલ્પ નિદ્રાવાળા રાજા જાગૃત થયા કારણુ કે મહાન હૃદયવાળા પુરૂષાને નિદ્રા પ્રાય: દાસીની જેમ વશ્ય હાય છે, તેથી ચેલણાના સિત્કારથી જાગૃત થયેલા રાજાએ ચેલણાનુ' વાકય સાંભળ્યું, સાંભળતાં જ એના હૃદયમાં ઇર્ષ્યા ઉત્પન્ન થઈ ચેલણા માટે અનેક સંકલ્પ વિકલ્પ તેને
થવા લાગ્યા..
99
“ આહા ! હું આને સતીશિરામણિ ધારતા હતા ત્યારે આનાં હૃદયમાં વળી કાઇ ખીજો પુરૂષ જ રમતા લાગે છે કે જેને માટે તે અત્યારે શીતની પીડાથી તેની ચિંતા કરી રહી છે ? સ્ત્રીઓના હૃદયના આવા જ ભરાંસા. રાજા શ્રેણિક ચેલણાનાં શબ્દો સાંભળી તેની ઉપર મર્દ રાગવાળા થઇ ગયા. પ્રાત:કાળે ભગવાનને વંદન કરવા જઇશ ત્યારે હું પૂછીશ કે મારી સ્ત્રી ચેલણા સતી છે કે કેમ? પછી હું અને અવશ્ય શિક્ષા કરીશ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com