________________
( ૨૦૦)
મહાવીર અને શ્રેણિક. સસલે આવીને રહ્યો. તું જે પગ મૂકવા જાય છે તેવામાં ત્યાં સસલે જેઈને તને દયા આવી, જેથી તે પગ ઉંચે રાખે. અનુક્રમે ત્રણ પગે તું સ્થિત રહ્યો. એવી સ્થિતિમાં અઢી દિવસ વહી ગયા. અઢી દિવસ બાદ દાવાનલ શાંત થયો ને સસલા વગેરે પ્રાણીઓ પોતપોતાને ઠેકાણે ચાલ્યા ગયા તું પણ જવાની ઈચ્છાવાળો જેવો ચોથે પગ મૂકવા જાય છે તે તું પડી ગયે. ચાલવાને અસમર્થ થકે ત્રણ દિવસ બાદ મૃત્યુ પામીને તું સસલા ઉપર કરેલી દયાને પ્રતાપે આ ભવમાં રાજપુત્ર થયો છે. મહાનુભાવ! માંડ માંડ પ્રાપ્ત થયેલ મનુષ્ય ભવ તું શાને ગુમાવે છે? એક સસલાની દયા કરવા જતાં આટલું બધું કષ્ટ તે સહન કર્યું ને અત્યારે સાધુઓના ચરણ-સંઘટ્ટથી ગ્લાનિ પામે છે? એક જ માત્ર સસલાને અભયદાન આપવાથી તને આટલું ફલ મળ્યું તે સર્વજીને અભય આપનાર મુનિપણાને પ્રાપ્ત કરવાના ફલની તે વાત શી? માટે તે જે વ્રત સ્વીકાર્યું છે તેનું સારી રીતે પાલન કર. આ ભવસાગર તરી જા, કારણ કે સંસારથકી પાર ઉતારવાને સમર્થ એવું મનુષ્યપણું આ લોકમાં ફરીને મલવું દુર્લભ છે. •
ભગવાનની આવી વાણી સાંભળીને મેઘમુનિ વ્રતમાં સ્થિર થયા. રાત્રિએ થયેલા માઠા વિચારનું મિથ્યાદુક્ત કર્યું, ને વિવિધ પ્રકારે તપ કરવા માંડયું સારી રીતે વ્રત પાલન કરી મેઘમુનિ વિજય વિમાને દેવ થયા, ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ ક્ષે જશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com