________________
ભગવાનની દેશના.
(૧૯) દરેક સાધુઓના ચરણ આઘાતની પીડાથી પીડિત થયેલા મેઘમુનિ ભગ્નપરિણામી થયા. પ્રાત:કાળે પોતાને ઘેર જવાને મેઘમુનિ મહાવીરસ્વામી પાસે રજા લેવાને આવ્યા. જ્ઞાનથી મેઘમુનિને ભગ્નપરિણામી જાણ ભગવંત મહાવીરે એમને બાધ કર્યો. મેઘકુમારને પાસે આવેલા જાણુ ભગવાન બોલ્યા: “અરે મેઘ ! સંયમના પરિણામથી ભગ્રચિત્તવાલે થઈ તું તારા પૂર્વભવને કેમ સંભારતો નથી ?”
ભગવાન ! આપ જ કહો? પૂર્વે ભવે હું કહ્યું હતું તે ?” મેઘમુનિએ પૂછ્યું.
સાંભળ. આ ભવથી ત્રીજે ભવે તું વૈતાઢયગિરિ ઉપર મેરૂપ્રભ નામે હાથી હતું. એક વખતે વનમાં દાવાનળ લાગવાથી તૃષાત્ત થયેલ તું પાણી પીવા સરોવરમાં ગયે. ત્યાં કાદવમાં ખેંચી ગયો. નિર્બળ થઈ ગયેલા તને તારા શત્રુ હસ્તીએ આવીને દંતાદિકના બહુ પ્રહાર કર્યો, તેથી સાતમે દિવસે મૃત્યુ પામીને તે જ નામને વિંધ્યગિરિમાં તું હાથી થયે. એક દિવસ વનમાં દાવાનળ લાગેલા જોઈ જાતિસ્મરણ જ્ઞાન થવાથી તૃણવૃક્ષ વગેરેનું ઉમૂલન કરીને તે યુથની રક્ષા ને માટે નદી કિનારે ત્રણ થંડિલ કર્યો.
અન્યદા દાવાનળ પ્રગટ થયેલે જોઈ તું પેલા સ્પંડિલ તરફ દેડયે તે બે સ્થડિલે તે મૃગ વગેરે જાનવરથી પૂરાઈ ગયા હતાં. તું ત્રીજા સ્થડિલમાં ગમે ત્યાં રહ્યાં થકાં શરીરને ખુજલી કરવાને તે એક પગ ઉપાડે. એ જગાએ એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com