________________
( ૧૯૮)
મહાવીર અને ગ્રેણિક ત્યાગથી અને મીઠા જલના યોગથી બીજ અંકુરાને પામે છે તેમ તત્વજ્ઞાનના શ્રવણથી મનુષ્ય જ્ઞાન પામે છે જ્ઞાનરૂપ અંકુર પ્રગટે છે.
જ્ઞાન પ્રગટ થયા પછી વસ્તુ સમજાયા પછી જિનેશ્વરના ધર્મ ઉપર રાગ પ્રગટે છે. જ્યારે પ્રીતિ ઉત્પન્ન થાય ત્યારે જ ધર્મ ઉપર શ્રદ્ધા, ભક્તિ આદિ વૃદ્ધિ પામે છે અને તે પછી વૈયાવચ્ચ કરવી. તેમાં તીર્થકરની દ્રવ્ય અને ભાવ પૂજાવડે. વૈયાવચ્ચ કરવી, ગુરૂની અશન પાનાદિકવડે વૈયાવચ્ચ કરવી તેમજ ચાર પ્રકારના ધર્મમાંથી યથાશકિત ધર્મનું આરાધન કરવું અથવા તે શ્રાવકધર્મ કે સાધુધર્મ એ બને ધર્મમાંથી એક પણ ધર્મનું પાલન કરવું. મેક્ષે જવું હોય તે રત્નત્રથીની પ્રાપ્તિ અવશ્ય કરવી. એ રત્નત્રયીમાં સમકિત અવશ્ય મેળવવા લાયક છે, કારણ કે તેના સિવાય કાર્યની સિદ્ધિ થતી નથી.
એ પ્રમાણે દેશના શ્રવણું કરી ઘણાં જ પ્રતિબંધ પામ્યા. શ્રેણિક મહારાજે સમ્યક ગ્રહણ કર્યું. અભયકુમાર પ્રમુખ શ્રાવકો બાર વ્રતધારી શ્રાવક થયા.
શ્રેણિકના કુમાર મેઘકુમારે ઘેર આવી માતાપિતાની દીક્ષા લેવા માટે અનુજ્ઞા માગી. માતાપિતાએ સંસારમાં ૨હવાને મેઘકુમારને સમજાવ્યા છતાં વ્રત લેવાના એના દઢ પરિણામ જાણીને માતાપિતાએ રજા આપી. મોટા મહત્સવપૂર્વક મેઘકુમારે દીક્ષા ગ્રહણ કરી.
નિશાસમયે મેઘ મુનિને સંથારે છેલ્લે આવવાથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com