________________
પ્રકરણ ૨૫ મું
. વહેમ. મગધરાજ શ્રેણિકને ચેલણ, ધારણા પ્રમુખ ઘણી સ્ત્રીઓ હતી છતાં રાજાને ચેલ્લણ અધિક પ્રિય હતી. ચેલણાની સાથે અનેક પ્રકારની પ્રેમચેષ્ટા કરતે રાજા પિતાને કાળ દેવતાની માફક સુખમાં વ્યતીત કરતે. એકદા શિશિર ઋતુ આવી. એક તે ઠંડીના દિવસે તેમાંય વળી ઉત્તર દિશાને પવન કુંકાવા લાગે જેથી શ્રીમંત લેકે તે સઘડીઓ પાસે રાખીને તેમજ કેશરનું વિલેપન કરી ગગૃહમાં રહી કાલ નિર્ગમન કરવા લાગ્યા, જ્યારે બિચારા ગરીબ લોકોની આ સમયે કમબખ્તી હતી. ગરીબ લોકેાનાં બાળકે વસ્ત્ર વગર હાથીના દાંત જેવા ખુલા હાથ રાખી ધ્રુજતા પુજતા ગsદ્વાર ઉપર દંતવાણુ વગાડતા હતા. એવા સમયમાં ભગવાન મહાવીર સુર–અસુરોથી સેવાતા રાજગૃહી સમવસર્યો.
મહાવીરસ્વામીનું આગમન સાંભળી શ્રેણિક ચેલણ સહિત વંદન કરવાને આવ્યું. ભગવાનને વાંદી, દેશના સાંભળી રાજદંપતી પાછા ફર્યા. તે વારે માર્ગમાં કઈ સરોવરની નીચે પ્રતિમા ધારણ કરીને મુનિ કાઉસ્સગથ્થાને ઉભેલા હતા. ઉત્તરીય વસ્ત્રરહિત શીત પરીસહને સહન કરતાં તે મુનિને જેમાં તેઓએ તરતજ વાહન ઉપરથી ઉતરીને વંદન કર્યું. પછી ધર્મ સંબંધી વાતે કરતે શ્રેણિક પ્રિયા સહિત પિતાના મહેલમાં આવ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com