________________
(૧૭૨)
મહાવીર અને શ્રેણિક સર્વે માણસોની વચમાં થઈને ચાલ્યા ગયે, ત્યારે પેલી યુવતી બહાર નીકળી શ્યામ મુખવાળી એક બાજુયે ઉભી રહી ગઈ.
એ બધામાં વિશેષ આશ્ચર્ય તે મગધપતિને થયું. “આહ! મેં તે જૈન સાધુ જેવાની આકાંક્ષા રાખી હતી ને આ તે કઈ અબધૂત ખાખી બાવો નીકળી પડે. જાણભેદુ સિવાય એને ખરે મર્મ કેણુ સમજે? બધાય એટલું સમજ્યા કે કઈ અબધૂત બાવાએ આ વીરાંગનાને અંદર પુરી હશે અથવા તો બને દુષ્કર્મ કરતાં અહીં સપડાઈ ગયા હશે.”
પિતાની ધારણામાં નિષ્ફળ નીવડેલો રાજા રાણુ સાથે પાછો ફર્યો. એટલે બીજાઓ પણ પિતપતાને સ્થાનકે ગયા. રાણીએ એને મર્મ સમજવા રાજાને પૂછયું, પણ હાલમાં તે રાજાએ કંઇ વાત કરી નહિ. રાજાએ પોતાના સિપાઈઓને
લાવી ખાતરી કરી તે માલુમ પડયું કે એક જૈન સાધુને અંદર પુર્યો હતો, છતાં પડદો એકદમ કેવી રીતે પલટાઈ ગયે તેની એને ખબર પડી નહિ. અરે! એનાં વસ્ત્ર વગેરે કયાં? શું પિતાની શક્તિથી એ જૈન સાધુ અબધૂત બની ગયો ! અને એવી રીતે એણે પોતાના ધર્મનું રક્ષણ કર્યું? ત્યારે આ કેમ. બન્યું, પણ ફિકર નહિ બીજી વખત વાત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com