________________
સત્યને માર્ગે
(૧૮૧) એક દિવસ ક્રીડા કરવાને રાજા રવાડીયે ગયેલે. અને ખેલાવતાં રાજા એક ઉદ્યાનમાં જઈ ચડે. અશ્વ ઉપરથી ઉતરી ધનુષ્ય બાણસહિત કવચધારી રાજા ઉદ્યાનની નૈસર્ગિક શોભા જેતે ફરતું હતું, એટલામાં પ્રતિમા ધારણ કરીને ઉભા રહેલા એક સાધુ ઉપર એની નજર પડી. એ ભિશુકને જોઈ રાજા સ્થભિત થઈ ગયે. આહા! માનવ ભવના દુર્લભ ભેગને છેડી આવી તરૂણ વયમાં આ પુરૂષ આવી કઠોર તપશ્ચર્યા કેમ કરતે હશે? શું એનું સૌંદર્ય કેવું એનું બાળ તારૂણ્ય ! આ તે બીજા બુદ્ધ દેવઃ હજી યુવાની તે બરાબર આવી નથી ત્યાં તે એણે સંસારની માયા છોડી દીધી. શું છે તે કઈ પણ આસજન નહિ હોય?” વિચારે કરતે કરતો રાજા એ સાધુની પાસે આવી એના ચરણમાં ન. મુનિ તે ધ્યાનમાં મગ્ન હતા. ધ્યાનમાં–એકાગ્રતાવાળા મુનિ ભિક્ષુક છતાં અધિક સુંદર લાગતા હતા. - મગધપતિ મુનિના ચરણકમલ આગળ બેઠો. ડીવારે મુનિ ધ્યાનમુક્ત થયા એટલે શ્રેણિક મહારાજે પૂછ્યું: “હે પૂજય ! જગતમાં યુવાની એ તે સુખને આપનારી કહેવાય. એ યુવાનીમાં જે સુખ ન ગવાય તે આજંદગી શા કામની છે? તે ભેગોને છોડી આવી યુવાવસ્થામાં આપે દુષ્કર વ્રત
ગ્રહણ કર્યું, એનું કારણ આપ કૃપા કરીને કહે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com