________________
(૧૮)
મહાવીર અને શ્રેણિક જ છે કારણ, એનું કારણ તમારે જાણવું હોય તે સાંભળે. હે મહારાજ! મારે માથે કઈ વામી નથી. મારી ઉપર કોઈ દયા કરનાર નહિ હોવાથી આવી યુવાવસ્થામાં પણ મેં વ્રત ગ્રહણ કર્યું? શું કરું હું અનાથ છું.”
મુનિને અનાથ શબ્દ સાંભળી રાજા ચમ. શું તમે અનાથ??”
હા, મહારાજ ! હું અનાથ? મારે માથે કઈ સ્વામી નથી–નાથ નથી, એમાં શું તમને નવાઈ લાગે છે, રાજનૂ?”
“બેશક, તમારું રૂપ, લાવણ્ય, ચતુરાઈ વગેરે જોતાં તે તમે અનાથ હો એ સત્ય જણાતું નથી, છતાં તમે અનાથ છે એટલાની ખાતર જ વ્રત ગ્રહણ કર્યું હોય તે હું તમારે નાથ થવાને તૈયાર છું. ચાલે સંસારની સર્વ સુખસામગ્રીમાં તમને તરલ કરી તમારે નાથ બનું. તમને સુખી કરૂં!” રાજાએ કહ્યું.
શું તમે મારા નાથ થઈ મને સુખી કરી શકશે?” એ અનાથી મુનિએ પૂછયું.
“હા, તમને પસંદ પડે એવી સુંદર યુવતીઓ સાથે તમારાં લગ્ન કરાવી આપું. તેમને રાજ આપું. રાજ્યલક્ષમી જોગવતાં યુવતીઓની સાથે ક્રીડા કરી મનુષ્ય જન્મ સાર્થક કરે. ” .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com