________________
અનાથી મુનિ.
(૧૮૫) તેથી એને મર્મજ જાણવાને હું ઈન્તજાર છું. આપ જ એનો ખુલાસો સત્વર કરે કે સમજાય.” - “ અનેક પ્રકારની સમૃદ્ધિ, વૈભવ છતાં તમે, હું કે જગતને ગમે તે પ્રાણું અનાથ જ છે. એ દરેક વસ્તુઓને નાથ છતાં એમનાં દુઃખમાં નથી તે આપણે ભાગ લઈ શક્તા યા તે આપણા દુ:ખમાં નથી તે એ વસ્તુઓ ભાગ લઈ શકતી. દુઃખને સમયે એ આપણને ટગટગ જોયા કરે છે, આપણે એને જોયા કરીએ છીએ.”
“ એ બધું કેવી રીતે ?” મગધપતિએ આતુરતાથી પૂછ્યું. સાંભળો.” મુનિ બેલ્યા..
-
પ્રકરણ ૨૩ મું.
અનાથી મુનિ. “ કૌશાંબી નગરીના વિશાળ રાજમહેલમાં સુખમાં ઉછરેલા રાજકુમારને એક દિવસ ભવિતવ્યતાને યોગે નેત્રરેગની પીડા થઈ. બાલ્યાવસ્થામાંથી જ રાજકુમારની એ નેત્રરોગની પીડાએ ઉગ્ર રૂપ લીધું. જેથી નેત્રની પીડાથી રાજકુમારના આખા શરીરે દાહજવર થયો. એ અસહૃા પીડાથી
રાજકુમાર અનેક પ્રકારની વ્યથા ભેગવવા લાગ્યા.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com