________________
(૧૬)
મહાવીર અને શ્રેણિક - લેક અને અલેક સંબંધી ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રિકાલિક વિષયનું સંપૂર્ણ જ્ઞાન એમને પ્રગટ થયું. લોકમાં રહેલી વસ્તુઓ અને અલકને પ્રત્યક્ષપણે તે જોવા લાગ્યા. એવું કેઈપણ સ્થાન કે દૃશ્ય ગુપ્ત નહિ હતું કે એમને જ્ઞાન
ચર ન થાય. વસ્તુના ગુણ, સ્વભાવ અને બદલાતા પર્યાયે એમને પ્રત્યક્ષ ભાસવા લાગ્યા. જેમ હાથમાં રહેલી વસ્તુ સ્પષ્ટપણે દેખાય છે તેવી જ રીતે તે લેક અને અલોક ને તેમાં રહેલી વસ્તુઓ અને તેના ગુણપર્યાને, સમયે સમયે બદલાતા ભાવોને જોવા લાગ્યા. રૂપી અને અરૂપી દરેક વસ્તુઓ જેવા જેવા સ્વભાવમાં હોય છે તે પ્રમાણે તે જેવા લાગ્યા. સંસારમાં એવો કેઈ વિષય નથી, એ કઈ પદાર્થ નથી કે એવું કોઈ સ્વરૂપ નથી કે જે એમના જ્ઞાન-દર્શનથી બહાર હોય. એવાં સંપૂર્ણ જ્ઞાનદર્શન એમને પ્રગટ થયાં–ને જગતમાં જયજય વતી રહ્યો. ચૌદ રાજલકના દરેક પ્રાણીને એ સમયે સુખાનુભવ થયે. દેવતાઓ અને તેમના સ્વામી ઈદ્ર કેવલજ્ઞાન મહત્સવ કરવાને આવ્યા. ત્રીશે અતિશયની સિદ્ધિઓ પ્રભુ પરિપૂર્ણ થયા. ચાર તે મૂળથીએગણેશ દેવતાના અને કર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલા અગીઆર એવી રીતે ત્રાશે અતિશય યુકત ને અરિહંતના બાર ગુણયુકત તીર્થકરની સર્વ ઋદ્ધિ એમને પ્રગટ થઈ.
eeeeeeee
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com