________________
પ્રકરણ ૨૦ મું.
ચાલબાજી. મગધરાજ શ્રેણિક નરપતિની શ્રદ્ધા બૌદ્ધ તરફ અચળ -ભકિતવાળી હવાથી પટ્ટરાણી ચિલ્લણદેવીએ બૌદ્ધ સાધુ એનાં સર્વપણાનાં ધતીંગ રાજાને પ્રગટ કરી બતાવ્યાં છતાં એની શ્રદ્ધા કમી થઈ નહિં. જેવી નજરથી બાદ્ધ સાધુઓને તે જેતે હતો એમાં રતિમાત્ર પણ ફરક પડ્યો નહિ, પણ એના મનમાં ઉલટા ઠેષભાવ ઉત્પન્ન થયે કે પટરાણીએ જેમ મારા ગુરૂઓની અવગણના કરી છે તેમ હું પણ જૈન મુનિઓનાં પિગળ પ્રગટ કરી બતાવું કે જેથી એની પણ આંખો ઉઘડે કે એ તે ઘેર ઘેર માટીના ચુલા હોય છે. અમારા સાધુઓ આવા હોય છે એવું કાંઈ નહિ પણ જૈન સાધુઓની પોલ પણ કાંઈ ઓછી નથી; માટે હું પણ એને કંઈક એવો ચમત્કાર બતાવું કે જૈન ધર્મ ઉપરથી એનું મન અવશ્ય સ્મલિત થઈ જાય !
પિતાના ગુરૂઓના ભેજનના આમંત્રણ પછી મગધપતિએ આ નિશ્ચય કરેલો તે પછી વચમાં કેટલાક દિવસે પસાર થઈ ગયાં અને જાણે પિતાના ગુરૂની અવગણનાની વાત વિસારે પડી હોય એમને ભૂલી ગયે. વળી વચમાં કેટલાક દિવસે પસાર થયા, પછી એક દિવસે રાજાએ એક સર્વાગ સુંદર વારાંગનાને બોલાવી ખાનગીમાં તેની સાથે કઈક વાતચીત કરી, અને જે પિતાનું કાર્ય સારી રીતે પાર ઉતારશે તે એને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com