________________
ચાલબાજી.
(૧૬૭)
સરખો પડી રહ્યો હતો. “અરે મુનિ! આવી એકાંત જગ્યામાં તમે મારી સાથે રમશે તે કોણ જાણવાનું છે? ને કેણ જોવાનું છે. આવી એકાંત, આ જેગ, મારા જેવી તરૂણ તરૂણી. આવા ચેપગે મોટું ભાગ્ય હોય તે જ મલી શકે છે. તમારા અખંડ તપને યેગે જ આ રોગ મ છે. તેને નિષ્ફળ કરે એ શું તમને ઉચિત છે? હું તમને હાથ જોડી કાલાવાલા કરૂ છું. વ્હાલા આવો! આ ! મારી પાસે આવે ! મારી પ્રાર્થના સ્વીકારો! દુષ્ટ કામદેવનું મર્દન કરી મને શાંત કરે.” કોયલથી પણ અધિક માધુર્યતાવાળા શબ્દો, એ અંગે અંગના અભિનવડે સુંદરીએ એક પછી એક શૃંગારના પાઠ મુનિવર આગળ પ્રગટ કરવા માંડ્યા છતાં એ મુનિરાજનું નિષ્ફર હૈયું લેભાવવાને નિષ્ફળ નિવડ્યા. રમણએ પાઠ્ય કરેલી ઉચ્ચમાં ઉચી પ્રલોભન કળાઓને એક પછી એક ઉપયોગ કરવા માંડ્યો.
એણે મર્યાદાનું ઉલ્લંઘન કરી પિતાની યુવાની એને બતાવવા માંડી. એ યુવાનનાં ચિહે મુનિરાજ આગળ યુવતીએ પ્રગટ કરવા માંડ્યાં. એનાં વચનો એક પછી એક નમ્રતાભર્યા, મૃદુ, મીઠાશ અને પ્રેમરસના પ્રવાહથી આદ્ધ થયેલાં હતાં. “અરે! મારી આટઆટલી આજીજી-વિનવણું છતાં તમે મારે પ્રેમભર્યો સત્કાર નહિ કરો? અરે સુનિવર ! આવા નિર્દય કાં બને? અમારામાં એવી શું ખામી છે કે જેથી તમે
સામુય જતાં નથી. પ્રાણપ્રિય! જીવનભરના હું તમને મારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com