________________
(૧૬૪)
મહાવીર અને શ્રેણિક સારી રીતે ઈનામ આપવાનું રાજાએ કબુલ કર્યું. રાજા સાથે વાતચીત કરી વારાંગના ત્યાંથી પિતાને આવાસે ચાલી ગઈ.
તે જ દિવસે તે વારાંગના સાંજના બનીઠણી નગરની બહારના ઉદ્યાનમાં આવેલા કેઈ શૂન્ય મંદિરમાં ગઈ. મંદિરની અંદરના ભૂમિગૃહમાં તે ભરાઈ ગઈ. તે પછી અલ્પ સમયમાં રાજાના સિપાઈઓ કેઈ જૈન સાધુને લાવી એ શૂન્ય મંદિરમાં તેડી લાવ્યા. કપટથી એ સાધુને એ મંદિરમાં સપડાવી તેઓ મંદિર બંધ કરીને ચાલ્યા ગયા. સાધુ મંદિરમાં સપડાઈ ગયા. પિતાને આવી રીતે સપડાવવાનું શું કારણ હશે એ આ સાધુ કાંઈ સમજી શકયા નહિ. એ મુનિ તો વિચારમાં જ હતા, કઈ નહિ, સંધ્યા સમય થઈ ગયો છે. રાત્રીને સમય અને આવી એકાંત જગ્યા ધ્યાન કરવાને માટે ઠીક અનુકુળતાવાળી થશે.
સાધુ એ વિચારમાં લીન હતા. એવા મોક્ષાથી પુરૂષોને બીજે વિચાર હોય પણ શાને? એ જ્યારે આવી એકાંત જગ્યાને લાભ લઈ ધ્યાન કરવાને ઈરાદો રાખતા હતા ત્યારે વિંધએ એમને માટે જુદુ નિર્માણ કર્યું હતું. પેલી ભૂગર્ભમાં રહેલી નાવના તરતજ મંદ મંદ ડગલાં ભરતી એમની સામે આવીને ઉભી રહી. સાધુ યુવાન વયમાં હતા, યુવતી પણ સર્વાગ સુંદર અને બેગ ભેગવવાને આકુળવ્યાકુળ થયેલી. તેમાંય આવી એકાંત જગ્યાએ કયા પુરૂષનું વન અખલિત
રહી શકે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com