________________
આત્મલક્ષ્મીની પ્રાપ્તિ
(૧૬) ગુણસ્થાનક હોય છે. તિર્યંચને પાંચ ગુણસ્થાનક હોય છે ત્યારે ચઉદે ગુણસ્થાનક મનુષ્ય પ્રાપ્ત કરી શકે છે. તેમાંય વર્તમાન કાળે તે સામાન્યત: વ્યવહારથી છ ગુણસ્થાનક આ ભારતક્ષેત્રમાં હોય છે, છતાં આંતરિક પરિણામની અપેક્ષાએ ગુણસ્થાનકને કેમ તે જ્ઞાની જ જાણું શકે.
વર્ધમાનસ્વામીએ જુવાલુકા નદી આગળ પ્રતિમા ધારણ કરી ક્ષપકશ્રેણું આરંભી. એમને વિન્ન કરનારૂં કઈ પણ કમાવરણ નહોતું. આઠમે ગુણરથાનકે આવ્યા એટલે આયુષ્યને બંધ તે હતો જ નહિ, ફક્ત ઉદયમાં રહેલું આયુષ્ય ભોગવીને ક્ષય કરવાનું હતું, જેથી સાત કર્મની પ્રકૃતિએ બંધમાં, ઉદયમાં, ઉદીરણામાં ને સત્તામાં રહેલી હતી તે દરેક પ્રવૃતિઓ ક્ષય કરતા કરતા તે આગળ વધે છે. દશમે કષાયને નાશ કર્યો ને બારમે મેહનીયને સર્વથા નાશ કરતાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય પણ ત્યાં ભગવાનનું નાશ પામી ગયું ને ત્રણ લેકમાં રહેલા, ચૌદ રાજકમાં રહેલા, સમસ્ત બ્રહ્માંડમાં રહેલા રૂપી અને અરૂપી પદાર્થોને જણાવનારૂં કેવળજ્ઞાન અને કેવલદર્શન ઉત્પન્ન થયું અર્થાત્ આત્માની જે અનંતજ્ઞાન-દર્શનની શક્તિ પ્રચ્છન્નપણે હતી તે આવિભાવે પ્રગટ થઈ. એ પ્રચ્છન્ન કરનારી પ્રકૃતિઓને સર્વથા નાશ થઈ ગયે. અનંત કાળને માટે સદાને માટે આત્માની શકિતઓ પ્રગટ થઈ. ૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com