________________
આત્મલક્ષ્મીની પ્રાપ્તિ.
(૧૫૯) ગુણસ્થાનકે રહેલે દેવતા કે નારકી એક મનુષ્યનું જ આયુષ્ય
છે. તેથી આગળ પાંચમે અને છટ્ટ ગુણસ્થાનકે દેવગતિનું એક જ આયુ જ જીવ બાંધે છે તેથી આગળને ગુણસ્થાનકે આયુષ્યનો બંધ નથી છતાં અમુક અપેક્ષાએ છઠ્ઠ ગુણસ્થાનકે આયુષ્ય બાંધતા જે સાતમે ચડી જાય તે કવચિત સાતમે ગુણસ્થાનકે પણ દેવગતિના આયુષ્યને બંધ કહ્યો છે.
આઠમેથી શ્રેણિ શરૂ કરતા હોવાથી તેમજ એ ગુણસ્થાનકને કાલ પણ અલ્પ હોવાથી આઠમેથી આગળ વધતાં તેરમે કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને જ અટકે છે અર્થાત્ કેવળજ્ઞાન, કેવળદર્શન પ્રાપ્ત કરનારા કેવળજ્ઞાની તીર્થકરો તેમજ સામાન્ય કેવલજ્ઞાનીએ સર્વે તેરમે ગુણસ્થાનકે હોય છે. તેરમે ગુણસ્થાનકે રહેલા સર્વ જીવો સમાન કોટીના છતાં તીર્થ કરનું જગતમાં માન-સન્માન, પૂજા-આતિથ્ય વગેરે વિશેષ પ્રમાણમાં થતું જોવાય છે એ નિઃસંદેહ વાત છે.
તેરમે ગુણસ્થાનકે પણ ચાર કર્મ તે અવશ્ય હાય છે. એ ચાર કર્મ અને તેની પ્રકૃતિઓ પંચાશી હોય છે જ. છેક ચદમાને અંતે તેને ક્ષય કરી અશરીરી થઈ આત્મા મોક્ષે જાય છે. સાધારણ રીતે પ્રાણને આયુષ્ય કર્મ તે છઠ્ઠથી ઉપર ગયે એટલે બંધાતું નથી. દશમે ગુણસ્થાનકે મેહનીયકર્મ નાશ પામી જાય છે ત્યારે બારમાને અંતે જ્ઞાનાવરણીય, દશનાવરણીય અને અંતરાયકર્મ સર્વથા નાશ પામી જાય છે. તેરમે ગુણસ્થાનકે નામકર્મ, આયુષ્યકર્મ, ગોત્રકમ અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com