________________
આત્મલક્ષ્મીની પ્રાપ્તિ.
(૧૫૭) ગુણસ્થાનકે જનારને અથવા તો તેથી આગળ જનારને આયુધ્યકમ સિવાય સાત કર્મોના બંધને નાશ કરવાનો હોય છે. ઉપશમણિએ ચડનાર અગીયારમાં ગુણસ્થાનકે જઈ ત્યાંથી પાછા પડે છે તો કેઈ છછું જઈ અટકે છે, તે કઈ પાંચમે તે કઈ એથે, એમ પ્રથમ ગુણસ્થાનક સુધી પણ તે જતો રહે છે. છઠુથી આગળ વધી આઠમે આવે. પાછો ક્ષપકશ્રેણિ આરંભે તે ધારેલું કામ સત્વર સિદ્ધ કરે. ઉપશમશ્રેણિવાળ કષાયે વગેરેની પ્રકૃતિઓને નાશ કર્યા વગર ઉપશમાવીને આગળ વધતા હોવાથી એ પ્રકૃતિએ સર્વથા નાશ નહિ પામતાં સત્તામાં રહે છે અને તે અગીયારમે ગુણસ્થાનકે જરાતરા કારણે પણ ઉદયમાં આવી આત્માને ત્યાંથી પાછો ધકેલી મૂકે છે. અવશ્ય ઉપશમવાળાને અગીયારમાં ગુણસ્થાનકેથી પડવું જ પડે છે, અગર જે અગીયારમે આયુક્ષચે કાળ કરે તે સર્વાર્થસિદ્ધ નામના અનુત્તરવમાનમાં જાય ને ત્રીજે ભવે સિદ્ધિપદને વરે.
આઠમે ગુણસ્થાનકે ક્ષપકશ્રેણિ આરંભે તે તે દરેક પ્રકૃતિએને ક્ષય કરેતો આત્મા આગળ વધે છે. તેને અગીયારમે ગુણસ્થાનકે જવું પડતું નથી. દશમેથી જ તે બારમે ચાલ્યા જાય છે. જ્યાં જ્ઞાનાવરણીય, દશનાવરણીય અને અંતરાય એ ત્રણ કર્મની ચૌદ પ્રકૃતિને ક્ષય કરી આત્મા કેવળજ્ઞાન મેળવે છે ને તેરમું ગુણસ્થાનક પણ પ્રાપ્ત થાય છે. તેરમે ગુણસ્થાનકે આત્મા પોતાનું શેષ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com