________________
(૧૫૬)
મહાવીર અને ગ્રેણિક સામટા અને ખીલા ખેંચ્યા એટલે રૂધિર સહિત તે ખીલા બહાર નીકળી પડ્યા. ખીલા કાઢતી વખતની એ તીવ્ર વેદનાને યોગે એ મહાપુરૂષથી ભયંકર ચીસ પડાઈ ગઈ.
સંહણી ઔષધીવડે પ્રભુના કાનને તરત જ રૂઝવી, ખમાવી અને નમીને સિદ્ધાર્થ અને ખરક વૈદ્ય પિતાને ઘેર ગયા. એ શુભાશયવાળા પુરૂએ ખીલાનો ઉદ્ધાર કરતાં ભગવાનને તીવ્ર વેદના કરી છતાં તેઓ દેવાયુને બંધ કરી સ્વર્ગલક્ષ્મીને ભેગવનાર થયા. પેલે દુષ્ટ ગોપાળ એવા તીવ્ર પાપને યોગે સાત રાજલક નીચે ઉતરી ગયા અર્થાત્ સાતમી નરકપૃથ્વીને મેમાન થયે.
એ ખીલાના ઉદ્ધાર સાથે એમનાં દુષ્ટ કર્મો પણ સંપૂર્ણ પણે નાશ પામ્યાં. ત્યાંથી વિહાર કરતા પ્રભુ ભક ગામની બહાર કાજુવાલિકા નદીના તટ ઉપર આવ્યા. ત્યાં ક્ષપકશ્રેણિપર આરૂઢ થયેલા ભગવાન ધ્યાનમાં એકાગ્રપણે રહ્યા.
–-બા – પ્રકરણ ૧૯ મું.
આત્મલક્ષમીની પ્રાપ્તિ. ક્ષપકશ્રેણિ આઠમા ગુણસ્થાનકથી આરંભાય છે. આઠમા ગુણસ્થાનકથી આગળ જનારા પ્રાણીઓમાં કઈ તે ક્ષકશ્રેણ આરંભે છે તે કઈ ઉપશમશ્રેણિ! તેમજ આઠમા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com