________________
પરમસુખને માટે.
- “ ભવભવ માતાપિતા તે અવશ્ય મળે છે. એક
બીજાના ઋણાનુંબંધે સાગ અને વિરોગ થાય છે. દુઃખને સમયે આર્તધ્યાન કરવાથી તે માત્ર કલેશની જ વૃદ્ધિ થાય છે. ”
“ બંધવ ! તમારું કહેવું તે ઠીક છે. આફતના સમયમાં ધીરજ ધારણ કરવી એ ઘણું સારી વાત છે. આપણુ છત્રસ્વરૂપ પિતાજી તે આ ફાની દુનિયા તજી ચાલ્યા ગયા. આ રાજ્ય રાજા વગરનું રહે એ ઠીક ન કહેવાય; માટે બંધવ ! પિતાજીનું રાજ્ય તમે શોભાવે– અલંકૃત કરે. અમે સર્વે તમારે રાજ્યાભિષેક કરીયે. ” નંદિવર્ધને વર્ધમાનકુમારને કહ્યું.
- “અરે બાંધવ! તમારા એ રાજ્યને હું શું કરું? તમે પાટવી છે, મોટા છે. મોટાભાઈ હયાત છતાં મારાથી રાજ્ય કેમ ગ્રહણ થઈ શકે? માટે રાજ્ય ઉપર તે તમારો જ
- “છતાં એ મારે હક્ક હું તમને સમપું છું. તમે પ્રજાને પ્રિય છે, મારાં કરતાં રાજ્ય તમે ઘણું સારી રીતે કરી શકે તેવા છે, પિતાજીની કીર્તિમાં તમે વધારો કરી શકે તેવા છે?"
પિતાજીની કીર્તિ હું બીજી રીતે વધારીશ. હું તે સમય આવે દીક્ષા ગ્રહણ કરી મુકિતનું સામ્રાજ્ય મેળવીશ,
માટે એ રાજ્ય તે તમને જ શોભે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com