________________
હિયાવસ્થામાં
(૧૪૯) તીર્થકર એ પદવી જગતમાં સત્કૃષ્ટ પદવી ગણાય છે, જ્યારે સામાન્ય રીતે એક દેવતાનું દર્શન પણ નિષ્ફળ જતું નથી, તેનાથી અવશ્ય ફળ પ્રાપ્ત થાય છે તે પછી વર્ધમાન એ તે તીર્થકર. એનું દર્શન નિષ્ફળ ન થઈ શકે, એના દર્શનથી પ્રાણું અવશ્ય લાભ મેળવી શકે જ.
એ વસ્ત્ર–પાત્ર કે શોભારહિત વર્ધમાનને દીક્ષા સમયે એક વસ્ત્ર દેવપતિએ આપેલું, તે એમની પાસે હતું. તે ય કયાં સુધી રહે? એક સોમ નામને દરિદ્વી બ્રાહ્મણ, વર્ધમાન પાસે યાચના કરવા લાગ્યા. એને બાહ્યાલક્ષમીની આવશ્યકતા હતી. એ બાહ્યલક્ષ્મીના ત્યાગીએ પેલા વસ્ત્રમાંથી અર્ધ વસ આપી દીધું. એ દયા કાંઈ જેવી તેવી નથી. રૂપીયામાંથી અડધો રૂપીયે અને પૈસામાંથી અડધો પૈસે દાન કરવું એ કેટલી કરૂણાભાવના હોય ત્યારે જ બની શકે છે.
દીક્ષા લીધા પછી એ ઘણેખરે સમય કાઉસગ મુદ્રામાં જ પસાર કરતા, તેમજ તપશ્ચર્યા એ એમને મુખ્ય ઉદ્દેશ હતે. દીક્ષાના પ્રથમ દિવસે એમને ગેવાળીયાથી કષ્ટની શરૂઆત થઈ, અને આખરે છેલ્લે ઉપસર્ગ પણ વાળને થયે, દીક્ષા લીધા પછીના સાડાબાર વર્ષમાં એ વર્ધમાને અનેક કષ્ટો ક્ષમાપૂર્વક સહન કર્યા. ઉપસર્ગ કરનારને શિક્ષા કરવાની એમનામાં શક્તિ હતી છતાં એ શક્તિને ઉપયોગ ઉપસર્ગ સહન કરવામાં કર્યો.
' સાડાબાર વર્ષ દરમિયાન વધમાને એક છમાસી તપ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com