________________
પ્રકરણ ૧૮ મું.
દીક્ષાવસ્થામાં દીક્ષા ગ્રહણ કરી એ મહાપુરૂષ વર્ધમાનસ્વામી નંદિવર્ધનાદિક કુટુંબીજનેની અનુજ્ઞા મેળવી એકાકી, વા-પાત્ર રહિત, ભિક્ષુ જેવા જણાતા ત્યાંથી આગળ ચાલ્યા. બાહ્ય સમૃદ્ધ તો એમને ઘણુય હતી, પણ એમાં વાસ્તવિક સુખ એમને દેખાયું નહીં. એ બાહ્ય સમૃદ્ધિ ભવભવમાં મળી અને ગઈ. જે સમૃદ્ધિ મળ્યા પછી નિશ્ચિતપણે નાશ પામનારી છે. એવી સમૃદ્ધિ પાછળ જીવન વ્યતીત કરવું, એમાં જ રચ્યાપચ્યા રહેવું, એ વર્ધમાન જેવા કેત્તર પુરૂષને કેમ ગમે? એવી કયી સમૃદ્ધિ છે કે જે એક વખત પ્રાપ્ત થયા પછી જતી જ નથી. એવી સમૃદ્ધિ મેળવવા એક જ વાર પણ પ્રયત્ન કર્યો હોય તે તે પ્રાપ્ત થયા પછી મુલે જતી નથી. એ પરિશ્રમ કરેલે પણ વ્યર્થ જતું નથી. એવી સમૃદ્ધિ તે આત્મસમૃદ્ધિ.
એ આત્મસમૃદ્ધિ ગમે તે ભેગે પણ આ ભવમાં પ્રાપ્ત કરવી એ તેમનું લક્ષ્યબિંદુ હતું. એને માટે ગમે તે પ્રયત્ન કરવો પડે, ગમે તેટલા ભેગ આપવા પડે, દેહનું બલિદાન દેવું પડે કે અનેક પ્રકારનાં તપ કરવા પડે, અનેક ઉપસગોકષ્ટો સહન કરવો પડે, પણ એ લક્ષ્મી પ્રાપ્ત કરવાની એમની તીવ્ર અભિલાષા હતી. અને એ લમી મેળવવી હોય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com