________________
(૧૪૮)
મહાવીર અને શ્રેણિક. તે આ બાહ્ય લક્ષમીને અવશ્ય ત્યાગ કરવો જોઈએ, કેમકે બાદા લક્ષ્મી તજ્યા વગર આંતરિક લક્ષમી શું સહજ મળી શકે છે?
એ વસ્તુને છોડીને જગત તે અસત્ય વસ્તુ તરફ દેડધામ કરી રહ્યું છે એ અસત્ય વસ્તુ, ધન-દોલત, યૌવન, ઠકુરાઈ, સ્ત્રી, પુત્રાદિકને પ્રાપ્ત કરવાને અનેક પ્રકારનાં કષ્ટ સહન કરે છે–અનેક ભેગો આપીને પણ એ વસ્તુઓ કાળજીથી સંભાળી રાખે છે કે રખેને પલટાઈ ન જાય? જગતનું લક્ષ્ય જયારે આ બાહ્ય પરવસ્તુમાં આગળ ને આગળ ઝુકેલું હતું ત્યારે આ સમર્થ વર્ધમાનકુમારે બાહા વસ્તુઓ અસાર જાણીને છેડી દીધી. કેઈ કાળે નાશ નહિ પામનારી આત્મિક વરતુઓ પ્રાપ્ત કરવા માટે દીક્ષા ગ્રહણ કરી અને નિમમત્વપણું અંગીકાર કર્યું.
એ ભિક્ષુ જેવા જણાતા વર્ધમાનમાં અનેક શકિતઓ હતી, અનેક લબ્ધિઓ હતી, અંતરંગ લક્ષમી અપૂર્વ હતી, એમનામાં પરાક્રમ હતું, એ તે એમના જીવનને પરિચય થતાં સહજ જણાઈ આવે. અપૂર્વ અને જગતમાં એમનું અદ્વિતીય પરાક્રમ છતાં એ શક્તિને ઉપયોગ વર્ધમાને કષ્ટ સહન કરવામાં જ કરેલો. કરૂણાના એ સમુદ્ર! ચાહે તે શત્રુ છે કે મિત્ર, જે કઈ એમની પાસે આવે તે લાભ પ્રાપ્ત કરીને જાય એવી એમની ઉદાર અને દયામય ભાવના હતી. એમની પ્રબળ–દઢ ભાવના કયારે પણ નિષ્ફળ ન જતી.
કેમકે મહાવીર એ તે વીશામાં તીર્થકર ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com