________________
(૧૪)
મહાવીર અને શ્રેણિક હે ઉત્તમ પુરૂષ! તમે ખમજે. અમારા અપરાધ ક્ષમા કરજે. હે વિશ્વવત્સલ ! સંસારના કોડા જેવા અમારી ઉપર કૃપા નજર રાખજે. જગત પૂજ્ય! તમારી અમે શું શું સ્તુતિ કરીયે? તમારી ઉત્તમતાનાં અમે શું વખાણ કરીયે ? હે જગવંત્સલ! તમારા વિના હવે અમારું શું થશે? આ રાજ્યમંદિર તમારા વગરનાં શૂન્ય પડેલાં અમને કેમ ગમશે ?”
મંત્રીઓએ વિલાપ કરતા નંદિવર્ધન રાજાને સમજાવી શાંત કર્યા. જ્યાં સુધી દ્રષ્ટિ પડી ત્યાં લગી સર્વેએ લાંબી નજરે એ વિશ્વવત્સલ પુરૂષના દર્શન કર્યા. છેવટે રડતાં અને જગતને રડાવતાં એ નંદિવર્ધન આદિ પરિવાર ગામ તરફ પાછો વ. બંધવ વગર એ રાજમહેલ, બાગબગિચાઓ, એ શયનગૃહો સર્વે કંઈ આજે તે શૂન્યકારમય હતું. એ યશોદાને, એ નંદિવર્ધનને હૃદયમાં શું થતું હશે? વર્ધમાનના અલંકારો, વર્ધમાનનાં વસ્ત્ર, વર્ધમાનની સુવા-બેસવાની જગ્યાઓ વગેરે જોઈ એમને શું થતું હશે ? એ તે એ વખતના એમનાં હૈયાં જ જાણે, પણ એ અસા જખમે મોહીજનોને સહન કર્યા સિવાય બીજું કાંઈ હવે ઉપાય ? કારણ કે રાગદ્વેષાદિક શત્રુઓને ઓળખી વર્ધમાને તે જીતેલા, ત્યારે એ શત્રુઓને વહાલયા, હિતસ્વી મિત્ર માનીને આપણે તે એમને સંબંધી ગણેલા, જીવનનું નાવ એમને સ્વાધીન કરી આપણે તે પરવશ પડેલા. આપણુમાં ને એ વર્ધમાનમાં એટલે જ માત્ર તફાવત!
Spoesia
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com