________________
(૧૪૨)
મહાવીર અને શ્રેણિક, ઠીક છે, તમારો આટલે આગ્રહ છે તે હું બે વર્ષ પત સંસારમાં રહીશ. તે પછી અવશ્ય સંયમ ગ્રહણ કરીશ.”
જેવી તમારી ઈચ્છા”નંદિવર્ધને અનુમોદન આપ્યું.
તે પછી એ બે વર્ષને સમય ગ્રહવાસમાં વસવા છતાં - ત્યાગીની માફક પસાર કર્યો. સ્નાન, અંગ, રંગ રાગ, એમણે તજી દીધા. પ્રાસુક અને એષણય આહારથી જ પ્રાણવૃતિ ચલાવતા હતા. બ્રહ્મચર્યને ધારણ કરી હમેશાં વિશુદ્ધ ધ્યાનમાં જ તત્પર રહેતા હતા. ગૃહસ્થ છતાં ભાવ યતિ થઈને એમણે પિતાને સમય વ્યતીત કરવા માંડ્યું.
વર્ષમાનકુમાર તે દીક્ષા લેવાના છે. એમની દીક્ષાની ભાવનાની જાણ થતાં ચક્રવતી ધારીને એમની સેવા કરનારા અન્ય રાજપુત્ર એમને દીક્ષાના ઉત્સુક જાણું પોતપોતાના રાજ્યમાં ચાલ્યા ગયા. ભાવ યતિ થયેલા વર્ધમાનકુમાર હવે દીક્ષા લેવાને તૈયાર થયા.
સમયને જતાં કાંઈ વાર લાગે છે? કાળ પિતાનું કામ કર્યો જ જાય છે. એ કાળના સપાટામાં મૂર્ખ માનવી તે છક્કડ ખાઈ ગોથાં ખાય છે. એ બે વરસની અવધિ પણ પુરી થઈને વર્ધમાનકુમારની વય ત્રીશ વર્ષની થઈ. એ દરમિયાન નંદિવર્ધનને માતાપિતાને શેક પણ વિસારે પડ્યો. ગમે તેવી તાજી બાબતે પણ કાળે કરીને ભૂલી જવાય છે. એ
હૈયાના માર્મિક ઘા પણ સમયના વહેવા સાથે ઘસાતા જાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com