________________
(૧૪૦)
મહાવીર અને શ્રેણિક. “ભલે અનુકૂલ સમયે દીક્ષા ગ્રહણ કરજે પણ અત્યારે - આ રાજ્ય ગ્રહણ કરવામાં શું હરકત છે? રાજા થૈયા પછી પણ સમય આવે તમે દીક્ષા તે લઈ શકે છે?”
છતાં રાજ્ય ગ્રહણ કરવાની મારી લેશ પણ ઈચ્છા નથી, માટે એ સંબંધી વિશેષ આગ્રહ હવે જવા દ્યો. અને રાજ્યને ભાર તમે જ ગ્રહણ કરો.”
સિદ્ધાર્થ રાજાના મરણ પછી વર્ધમાનકુમારે રાજ્ય ગ્રહણ કરવાની સાફના પાડવાથી મંત્રી વગેરે પ્રધાન પુરૂષાએ નંદિવર્ધનને રાજ્યભિષેક કર્યો.
નંદિવર્ધનને રાજ્યાભિષેક થયા પછી વચમાં કેટલાક દિવસો પસાર થઈ ગયે એટલે વર્ધમાનકુમારે દીક્ષા ગ્રહણ કરવાને મોટાભાઈ નંદિવર્ધનની રજા માગી. “બંધહવે જે તમારી રજા હોય તે હું દીક્ષા ગ્રહણ કરી પરમ સુખની પ્રાપ્તિને માટે પ્રયાસ કરું.”
વર્ધમાનકુમારની દીક્ષાની વાત સાંભળી નંદિવર્ધન વ્યાકૂલ ચિત્તવાળા થયા. “બાંધવ! માતાપિતાને મૃત્યુને શેક તે હજી તાજે છે. એ શેકના ઘા હજી તે વિસરાયા નથી ત્યાં તમે એ ક્ષત ઉપર ક્ષાર શા માટે નાખે છે ? હમણું તે સંસારમાં રહો. સમય આવે વળી દીક્ષા ગ્રહણ કરજે.”
બંધવ! મૃત્યુ એ કાંઈ કોઈની રાહ જોતું નથી. વળી આ યૌવનવયમાં દીક્ષા ગ્રહણ કરી આત્માના શ્રેય: માટે
જેટલું કરવું હોય તેટલું કરી શકાય. કે જાણે કે વૃદ્ધાવસ્થા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com