________________
(૧૮)
મહાવીર અને શ્રેણિક પરિવર્તન થવા લાગ્યું. અને આંગણે ઋદ્ધિ, સિદ્ધિ, સૌભાગ્ય, દિનઉગે વૃદ્ધિ પામવા લાગ્યાં. જ્યારે એ નરશ્રેષ્ઠ માતાના ગર્ભમાં આવ્યા ત્યારે એમની માતાએ જગતમાં ઉત્તમોત્તમ ગણાતાં ચિદ મહાસ્વપ્નો જોયાં. એવાં મહાસ્વન કવચિતજ કે મહાપુરૂષની માતા જુએ છે. સિદ્ધાર્થ રાજાએ પ્રાત:કાળે તિર્વિદ પુરૂષને બોલાવી એ ચદ સ્વપ્નનું મહાફલ પૂછ્યું. એમણે પોતાના ગ્રંથમાં જે જે ફલ હતું તે રાજાને કહી બતાવ્યું. “રાજન! એ ચૌદ વન ચક્રવતીની માતા અથવા તીર્થકરની માતાઓ જુએ છે. તમારો પુત્ર ચક્રવતી અથવા તે તીર્થકર થશે. રાજા થશે તે ચક્રવતી અથવા તે ધર્મ-ચક્રવતી તે તીર્થકર પિતે જ.
એવું મહાફલ સાંભળી રાજા રાણી પ્રસન્ન થયાં. દાનદક્ષિણાથી સત્કાર કરી જોતિષીઓને વિદાય કર્યો. અનુક્રમે ગર્ભ વૃદ્ધિ પામવા લાગે. જે કંઈ વ્યવસ્થા, નિયમ, રીતિનીતિનું પાલન કરવાનું હતું તે સર્વ કંઈ ત્રિશલાદેવી પાલન કરી ગર્ભને પોષવા લાગ્યાં. ગર્ભમાં રહેલા જીવની જેટલી મહત્તા હતી તે સંપૂર્ણ તે ત્રિશલા કે સિદ્ધાર્થ જાણતાં ન હતાં છતાં એટલું તે એમના લક્ષ્યમાં અવશ્ય હતું કે આપણે ત્યાં કોઈ મહાપુરૂષને જન્મ થશે તે અવતારી પુરૂષ થશે.
એ ગર્ભમાં વૃદ્ધિ પામતે બાલક વિચારવા લાગે કે “મારા હલનચલનથી રખેને મારી માતાને દુઃખ થાય એમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com