________________
એ મહાપુરૂષ તે કોણ?
(૧૫) અને શું કરવા છોડ? વગેરે એ ત્યાગના પાઠ શિખર વાને તે સંસારમાં વર્ધમાનકુમારના આગમનને હેતુ હતું, એમના જીવનની મહત્તા કેઈ નિરાળી જ હતી. એમનાં જીવનનું ધ્યેય અન્ય અલ્પજ્ઞ જને શું જાણી શકે? અનંત કાળની સંસારની યાત્રા એમની હવે પુરી થવાની હતી.. એ જીવનના બાહા વિલાસે, ભપકાઓ આડંબર, ઉદ્યાને કે બાગબગીચાઓની સુંદરતામાં કે રમણીજનના સમાગમમાં એમને સુખ લાગતું નહોતું. એ વસ્તુઓની એમને ઈરછા સરખી પણ નહોતી. જે વસ્તુઓ અન્યને દુર્લભ હતી તે એ વર્ધમાનકુમારના ચરણમાં અથડાતી હતી. છતાં એને મન એ નિરસ હતી. જરા પણ ભેગ લેવાની એને ઈચ્છા થતી નહીં. બીજાઓને જે પ્રિય અને ગમતી વાત હોય છે તે એને મન તુચ્છ હતી. સંસારના ભેગવિલાસની એને ઈચ્છા નહોતી. એ જીવનની સ્થિતિ કઈ અનુપમ હતી. ત્યાગને માટે તે સંસારમાં એનું આગમન હતું. એ ત્યાગના માર્ગે જતાં એમને શું મેળવવાનું હતું તેની બીજાને કલ્પના પણ શી હોય ? જે માણસની શકિત, એશ્વર્યા કે સમૃદ્ધિ અનુપમ છે એના જીવનનું ધ્યેય પણ કઈ અનેરું જ હોય.
જગતમાં પ્રાણીઓની સ્થિતિ કેવી વિચિત્ર હોય છે! એક રંક, ભિખારી કે ગરિબ માણસનું ધ્યેય હરબાને દ્રવ્ય સંપાદન કરવા સિવાય બીજું શું હોય? વિષયના લાલચુ
પ્રાણીને સ્ત્રી મેળવવા સિવાય બીજી શી અભિલાષા હોય? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com