________________
એ મહાપુરૂષ તે કોણ?
(૧૨૭) ભેગોને ઉપલેગ કરી રહ્યા હતા. એમના સુખની ખચીત બીજાને ઈર્ષા આવે, તપ-જપ કરી એમના જેવા બાહૃા સુખ મેળવવાની અન્ય કોઈ અભિલાષા કરે, એવું અનુપમ સુખ મળેલું છતાં વર્ધમાનકુમારનું દિલ કંઈ જૂદા જ વિચારમાં હતું.
એ સંદર્યથી ઝળહળી રહેલા વર્ધમાનકુમારને વૈવનને આંગણે આવેલા જોઈ એમના માતાપિતાને ચિંતા થઈ, જે ચિંતા સંસારમાં દરેકને થયા જ કરે છે. “અરે હવે તે વર્ધમાનકુમારને પરણાવવા જોઈએ, એમને લાયક કોઈ કન્યાની તપાસ કરવી જોઈએ ”
અને એવી બાબતમાં પુરૂષ કરતાં સ્ત્રીઓના મનમાં અધીરતા વધારે હોય છે કે જેટલી અધીરાઈ ખૂદ પરણનારને પણ કદાચ નહિ હોય. ઘરમાં કયારે વર્ષ પહેરીઓઢીને ફરતી હોય, એ જોવાનો ઉમળકો કયા પુત્રની માતાને નહિ હોય? તે પછી વર્ધમાનકુમારની માતાને ઉમળકે શા માટે ન હોય? ત્રિશલાદેવી એ પણ એક મનુષ્ય હતાં અને પુત્રની વધુ ઘરમાં રમતીફરતી હોય, એ દશ્ય જોવામાં ક્યી પુત્રવતી માતાએ જીવનની મહત્તા નહિ માની હોય? કેટલીક માતાએ તે પુત્રવધૂનું મુખ જેવાને ગાંડીઘેલી થઈ જાય છે, કેમકે મોટું ભાગ્ય હોય તે જ પુત્રવધૂનાં દર્શન થઈ શકે, અને એથીય વળી મોટું ભાગ્ય હોય ત્યારે એ પહેરીઓઢીને મહાલતી પુત્રવધૂઓ પાસેથી સુખ મેળવી શકે. કેમકે આ દેજખમય સંસારમાં કંઈ મનુષ્ય સ્ત્રી સ્ત્રી કરતા ચાલ્યા જાય છે ત્યાં એમની માતાઓને પુત્રવધૂ જેવાનો ઉમળકે કયાંથી જ આવે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com