________________
સ
(૧૩૨)
મહાવીર અને શ્રેણિક એ તમારે નિશ્ચય માતાપિતા આગળ કેવી રીતે કાયમ રાખશે? શું માતાપિતાની આજ્ઞા તમે નહિ માનો? વર્ધમાનકુમાર ? તમે જે વડીલોની આજ્ઞા ઉલ્લંઘન કરશે તે તમારૂં જોઇને અમે પણ માતાપિતાની આજ્ઞાનું ઉલંઘન કરતાં શિખશું, એટલું જ નહિ પણ જગતમાંય. એ વ્યવહાર પ્રવર્તાશે કે લોકે વડીલોની આજ્ઞા ઉલંઘન કરતાં શીખશે ને ઉપરથી તમારું એઠું આપશે સમજ્યા?”
માતાપિતાની આજ્ઞા એ એક જુદી વાત છે. પિતાની ઈચ્છાથી પરણવું ને ફક્ત માતપિતાની ઈચ્છાને માન આપવા ખાતર લગ્ન કરવા એ જુદી વાત છે. માતપિતાની આજ્ઞા માનવી એ પુત્રની ફરજ છે. હું માતાપિતાને સમજાવીશ, તેમ છતાં એમને અતિ આગ્રહ થશે તે જોઈશ; પરંતુ મને પિતાને તે જરાય એમાં મેહ નથી. ” વર્ધમાનકુમારે કહ્યું.
એ વાત ચાલતી હતી એટલામાં વર્ધમાનકુમારને લગ્નની વાત કબુલ કરાવવા માટે ત્રિશલાદેવી ત્યાં આવી પહોંચ્યા. માતાને આવતા જોઇ ત્રિશલાનંદ ઉભા થયા, એમની સાથે બીજા પણ રાજકુમાર મિત્રો ઉભા થયા. વર્ધમાન માતાના ચરણમાં નમ્યા. માતાએ શુભ આશિષ આપી. ઉચ્ચ આસન ઉપર માતાને બેસાડી વર્ધમાનકુમાર એમના આગળ આવી. બાલ્યા “માતા ! કયા કાર્યપ્રસંગે આપનું પધારવું થયું? મને જે બોલાવ્યા હોત તો હું આપની પાસે આવી હાજર થાત.”
વત્સ! ફક્ત એક જ કાર્ય માટે હું તમારી પાસે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com