________________
રહીમાની બળ.
(૧૩૩) આવી છું. અમારી તમારી પાસે એક વસ્તુની માગણી છે તે તમારે કબુલ છે કે નહિં?”
“માતાપિતાની આજ્ઞા પાળવી એ પુત્રને ધર્મ છે.”
“તે તમે એક જ માગણી સ્વીકારે કે આ સંમવીર રાજાની કન્યા યશોદા આવેલી છે એની સાથે પાણિગ્રહણ કરો. અમારી એ અભિલાષા પૂર્ણ કરે. ”
માતા ! લગ્ન કરી સંસારના બંધનમાં પડવું, એમાં જીવનની મહત્તા શી? પરણવું અને સંસારની વાસનાઓમાં રક્ત થવું, અનેક પ્રકારના ખાનપાનમાં પ્રીતિવાળા થવું, એટલેથી જ જીવનની પરિસમાપ્તિ છે શું? અનેક પ્રકારની આફતોથી વીંટાયેલાં એ સુખેથી શું તમે મને સુખી કરવા ઇરછે છે ?”
એમાં શી દીકરા! સુખ એ તે સુખ જ કહેવાય. યૌવનવયમાં પુરૂષ ગમે તે સૌભાગ્યવાળ વૈભવવાળો અને સમર્થ છતાં એકલે, અટુલ સીવગર શેતે નથી, એ તમે કયાં નથી જાણતા?”
પણ માતા! એ સૌભાગ્ય, વૈભવ, મારે શા કામના છે? સંસારનાં એ મોહબંધન મને શું કરનાર છે?” .
તમે જન્મથી જ વૈરાગ્યથી ભરેલા અને દીક્ષા લેવાને આતુર્વત છે. અમારા મોટા પુ ગે તમે અમારે ઘેર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com