________________
હીઓની એજાળ.
(૧૩૫)
અમારાં જીવતાં તે અમે તમને દીક્ષા લેવા દેશું નહિ. આવા સુકોમળ શરીરવાળા તમે દીક્ષા ગ્રહણ કરી અનેક પ્રકારનાં કષ્ટ સહન કરો એ અમે કેવી રીતે જોઈ શકીયે? માટે અમે
જીવીએ ત્યાં લગી તમે સંસારમાં રહે.’ પરણીને અમારી ઈચ્છા પૂર્ણ કરો.”
માતાને એક જ વાતને આગ્રહ સાંભળી વર્ધમાનકુમાર મૌન રહ્યા. “પુત્ર ! શા માટે દિલગીર થાવ છે? તમે વીતરાગ છે, તીર્થકર છે, તે અમે જાણીએ છીએ, પણ તીર્થકરે શું ' લગ્ન કરતાં નથી?તમારી પહેલાંના તીર્થકરે પણ પરણેલા છે. પર સંસારસુખ ભેગવ્યા પછી જ એમણે દીક્ષા ગ્રહણ કરી છે, છતાં તમે પરણવાની શા સારૂ ના પાડે છો?”
માતાના આવા આગ્રહથી વર્ધમાનકુમાર વિચારમાં પડયા. ખચીત, હું નહિ પરણીશ તે મારી માતાને અવશ્ય દુઃખ થશે. જો કે સંસારના ભેગવિલાસો ઉપર મુલે મને પ્રીતિ નથી, એ મેહનાં બંધને મને બાંધી શકે તેમ નથી; છતાં માતાના આગ્રહને વશ થઈ મારે એમનું વચન માન્ય કરવું પડશે. મારી માતાને દુ:ખ ન થાય એની ખાતર તે ગર્ભમાં પણ હું નિશ્ચલ-સ્થિર રહ્યો હતો. વળી એમના સુખના ખાતર તે મેં નિશ્ચય કર્યો હતો કે “એ માતાપિતાના જીવતાં હું દીક્ષા ગ્રહણ કરીશ નહિ તે ભલે તેટલા સમય પર્યત
માતાપિતાની અભિલાષા પૂર્ણ થાઓ !” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com