________________
પ્રકરણ ૧૬ મુ.
નેહીઓની સ્નેહજાળ, એ વર્ધમાનકુમારનું બીજું નામ મહાવીરકુમાર હતું બળમાં, પરાક્રમમાં એમની સરખામણું કઈ કરી શકે તેમ નહિ હેવાથી મહાવીર એવું એમનું નામ રાખવામાં આ વ્યુ હતું. જગતમાં અદ્વિતીય સ્વરૂપવાળા વર્ધમાનકુમારને સમરવીર નામના રાજાએ પિતાની પુત્રો યશોદા આપવાને પોતાના મંત્રીઓ સિદ્ધાર્થ રાજા પાસે મોકલ્યા. સિદ્ધાર્થ રાજાને સમરવારના મંત્રીઓએ પ્રાર્થના કરી. “મહારાજ? અમારા રાજા પોતાની પુત્રી યશોદા આપના કુમાર વર્ધમાનને આપવા માગે છે તે એ પ્રાર્થના સવીકારવા વડે કરીને આપનો સંબંધ હૃઢ થાઓ ?” - સમરવીર રાજાના કારભારીની માગ સાંભળીને સિદ્ધાર્થ રાજા ખુશી થયા. “બે દિવસ સ્થિરતા કરે, અમારી મેમાનગતી સ્વીકારે. એ અરસામાં અમે તમને જવાબ આપશું.” સિદ્ધાર્થ રાજાએ પોતાના મંત્રીઓ મારફતે એના ઉતારાની ગોઠવણ કરાવી.
વર્ધમાનકુમારના મિત્રને એ વાતની ખબર પડવાથી તેઓ વર્ધમાનકુમાર પાસે પહોંચી ગયા, “ લે હવે તમે સપડાઈ ગયા. તમારે માટે બેડી તૈયાર થઈ ગઈ.” .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com