________________
એ મહાપુરૂષ તે કોણ ?
(૧૨૩) થઈ ગઈ, લેચન અંગારની સગડી બની ગઈ અને નસકેરાં પર્વતની ગુફારૂપ થઈ ગયાં, એક રાજકુમારમાંથી આવું ભયંકર વિકરાળ સ્વરૂપ બની ગયું, તેમજ એનું શરીર અનુક્રમે વધતું વધતું પર્વતથી પણ ઉગ્ર થયું. - દેવતાની આવી ચેષ્ટા જોઈને બીજા રાજકુમારે તે ભયના માર્યા પલાયન કરી ગયા ને વર્ધમાનના માતાપિતાને કહેવા લાગ્યા કે-“કઈ પશાચ દેવતા તમારા વર્ધમાનને સતાવી રહ્યો છે. કોણ જાણે કે એ દેવતા શું કરશે.? એ બાપ રે! શું એ દુષ્ટનું વિક્રાળબીહામણું સ્વરૂપ ”
રાજકુમારની આવી વાણી સાંભળી માતાપિતા વગેરે પરિવાર ત્યાં દોડી આવ્યા. અહીંયા તે વર્ધમાનકુમારે જ્ઞાનથી આ દેવતાનું સ્વરૂપ જાણીને એના પૃષ્ઠ ભાગ ઉપર એક મુષ્ટિ પ્રહાર કરીને એને વધતે અટકાવીને વામનરૂપ કરી નાખે.
વર્ધમાનકુમારની મુષ્ટિપ્રહારથી જર્જરિત થયેલે દેવતા વધ માનકુમારને નમી, એમની આગળ પિતાનું સ્વરૂપે પ્રગટ કરી, રસ્તુતિ કરી પિતાને સ્થાનકે ચાલે ગયે. વર્ધમાનકુમાર પોતાના ગૃહ તરફ જતા હતા ત્યાં માતાપિતા એમને સામે મળ્યા. માતાએ એમને સ્નેહથી આલિંગ્યા. અક્ષત અંગવાળી વર્ધમાનકુમારને જોઈ માતાપિતા
દિક પરિવાર ખુશી થયે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com