________________
" (૧૨૪)
મહાવીર અને એકિ . કીડા કરવા એગ્ય બાલવયનું ઉલ્લંઘન કરી વર્ષ માનકુમાર યુવતીજનને પ્રિય એવા વનને આંગણે આવ્યા. એ બાલ્યક્રીડા કરતા વર્ધમાનકુમારની બાલ્યકઠા પણ પણ નિર્દોષ હતી હવે રમણે જનને વલ્લભ યૌવનવયમાં વર્ધમાનકુમાર આવ્યા છતાં જગતના જનોથી એ જુદી પ્રકૃતિના હતા. સ્વાભાવિક રીતે થાવન વયમાં પુરૂષનું સ્ત્રી પ્રત્યે અને રમણનું પુરૂષ પ્રત્યે આકર્ષણ થાય છે, એવું મેહનું ચેષ્ટિત છે. મેહ પિતાની સત્તા જગતના જી ઉપર તે સમયે અખલિતપણે ચલાવે છે. એકબીજા સાથે અફળાવી અનેક કુચેષ્ટાઓ કરાવી પિતાની ઇચ્છા પ્રમાણે નાચ નચાવે છે. જગતને શુદ્ધ પાણી પછી ભલે તે માનવ હોય કે દેવ, એ મેહને વશ થઈ મોહની અનેક ચેષ્ટાએને આચરતે એમાં જ માનવજીવનની સાર્થકતા સમજી જીવિતવ્ય પૂર્ણ કરે છે. એ મોહને આધીન બની જીવનની મહત્તા તે ભૂલી જાય છે.
એ મોહ ચેષ્ટાથી રહિત વર્ધમાનકુમારનું જીવન હતું. એની સુંદર કાંતિ જોઈને, એનું સુંદર સ્વરૂપ લાલિત્ય નિહાળીને રમણીજન હાવભાવથી એ સાંદર્યને ઉપભેગ કરવાની લાલસા રાખી એમને બેલાવવા આવતી, પણ એ વિકાર રહિત અને વૈરાગી વર્ધમાનને એની શું અસર થાય? દિવસે દિવસે એમને વૈરાગ્ય વૃદ્ધિ પામતે હતે. સંસારના સ્વરૂપના એ જાણનાર હોવાથી એ સંસારને ભેગ કરવા આવેલ નહોતા. સંસાર કેમ છો? કયારે છોડ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com