________________
એ મહાપુરૂષ તે કોણ?
(૧૯) ચિતવી હલન-ચલનની ક્રિયા બંધ કરી ચગીની માફક નિશ્ચલ સ્થિર થઈને રહ્યો ગર્ભને હલનચલન ક્રિયા રહિત જાણી માતાને ખેદ થયે કે” અરે હું હણણ ! મારી ગઈ. મારો ગર્ભ કેમ હાલત નથી?” અનેક કુશંકાઓ થવા લાગી. સખીઓ બધી વલોપાત કરવા લાગી. ગામમાં એ સમાચાર ફેલાતાં ૨ગરાગ બધા બંધ થઈ ગયા. ઘેર ઘેર ને આંગણે આંગણે ઉદાસી છવાઈ ગઈ. આવી સ્થિતિથી રાજા પણ ગભરા; એવી સ્થિતિમાં ઉપચારો પણ શું કરે?
આમંડળને શોકાકૂલ જાણી ગર્ભ જરી હા.માતાને એ વાતની ખબર પડતાં એના દિલને શાંતિ થઈ. એ હર્ષના સમાચાર ક્ષણમાત્રમાં બધે પ્રસરી ગયા. એ મહાબાળકે ગર્ભમાં રહ્યાં વિચાર કર્યો.” આહ! હજી તે હું ગર્ભમાં છું ત્યાં માતાનું મારી ઉપર આટલું બધું હેત છે તો પછી માતા મને જેશે ત્યારે તે શુંય કમીના રહેશે. ખચીત આ માતાપિતાના જીવતે હું દીક્ષા ગ્રહણ કરીશ તે તે મરણ પામશે, માટે એ માતાપિતાના જીવંતપર્યત હું દીક્ષા ગ્રહણ કરીશ નહિ” એ બાલગભે મનમાં નિશ્ચય કર્યો.
ગર્ભને કાળ પૂર્ણ થતાં ઈ. સ. ૧૯૯ ના સમયમાં ચૈત્ર શુદિ ૧૩ ને દિવસે એ મહા બાળકને જન્મ થયે. માટે જન્મોત્સવ થજન્મને ઉદ્દેશીને અનેક વિધિઓ થઈ. એ મહા બાલકના જન્મ સમયે જે જે કામ કરવું એગ્ય હતું તે સર્વેએ આવીને પિતાની ફરજ બજાવી. સિદ્ધાર્થ રાજાએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com