________________
દશને ફોટા
(૧૧૩) ગયા, અને પિતાના આશ્રમ તરફ પરિવાર સહિત બેદયુક્ત ચિત્તવાળા ચાલ્યા ગયા. તેમના ગયા પછી રાજા રાણી સાથે વિચાર કરતો બેઠે હતું, એ દરમિયાન થોડી જ વારમાં એક બૌદ્ધ સાધુ રાજાની આગળ આવીને ફરિયાદ કરવા લાગ્યા.
મહારાજ ! આજે આપને ત્યાં ભેજન કરીને અમે અમારા આશ્રમમાં ગયા તે પછી એક–એ સાધુઓને ઉલટી થઈ. એમાં એમનું જમેલું બધું નીકળી ગયું એ તો ઠીક, પણ એ ભેજનમાંથી ચામડાના સૂક્ષ્મ ટુકડા નીકળ્યા એ કંઈ સમજાતું નથી.”
“એ તમારી ભ્રમણ હશે. અમારા ભેજનમાં ચામડાના કકડા, એ તો અસંભવિત વાત ! બરાબર તપાસ કરીને જુઓ. કદાચ તમે ભૂલતા હશે.” રાજાએ કહ્યું.
નહિ મહારાજ ! સત્ય વાત છે. જુઓ આ રહ્યા તે.” સાધુએ સાબીતી માટે તે કકડા બતાવ્યા. એ સૂમ કકડા જોઈ રાજા વિચારમાં પડ્યો.
આ સંબંધી કંઈ સમજણ પડતી નથી કે ચામડાના કકડા કેવી રીતે નીકળ્યા? એ ગમે તેમ હોય, બાકી અમારા ભેજનમાં એ કંઈ પણ દેષ ધારશે નહિ.” એમ કહી બોદ્ધ સાધુને રાજાએ વિદાય કર્યો.
બૌદ્ધ સાધુના ગયા પછી રાજાએ ચેલણ તરફ નજર કરી. “રાણી ! આ બધું કેમ બન્યું હશે? એમાં તને કંઈ સમજ પડે છે?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com