________________
દંભને ફેટ.
(૧૧૧) તેઓ શું ખુલાસો કરશે? તેમણે જ જોયું નહિ શંકા કરી હતી ને?”
તે વખતે તેમનું ચિત્ત અવસ્થ હોવાથી કારણ જાણી શક્યા નહિ હોય, પણ પછી શાંત થતાં તેઓ જ્ઞાની હોવાથી જાણી શકશે.” રાજાની આગળ રાણીએ દલીલ કરી. એ તે જાણતી જ હતી કે એ બધી બૌદ્ધ સાધુઓની ધૂર્તતા સિવાય બીજું કાંઈ પણ ન હતું; પણ એ ધૂર્તતા રાજા કેવી રીતે જાણી શકે તે સમજાવવા પ્રયાસ હતા.
હા, આપણે ત્યાં ભેજનને માટે મધ્યાહ્ન સમયે પધારવાના છે તે વખતે હું તેમને પૂછી જોઈશ. ”
રાજા તે પછી રાણીને કેટલીક વાત કહી રસોઈ વગેરે તૈયાર કરાવવાની આજ્ઞા કરી પિતાના સભામંડપમાં ગયે. ચેલણ પણ સ્વામીની આજ્ઞા પામી એ બૌદ્ધ સાધુઓને સત્કાર કરવા માટે, એમને ભેજન કરાવવા માટે અનેક પ્રકારની રસોઈ કરાવી, એક મુખ્ય રસયાને કેટલીક સૂચના આપી દીધી. તે સાથે એક ખાનગી વાત પણ કરી દીધી અને તે વાત ઉપર રઇયાનું ખાસ લક્ષય ખેંચ્યું.
બરાબર યથાસમયે દ્વાચાર્ય પિતાના પરિવાર સાથે રાજમહેલમાં આવી પહોંચે. રાજાએ અને રાજપુરૂએ એમને એગ્ય સત્કાર કર્યો.
એ અરસામાં શેલણાની આજ્ઞા પામેલા સેવક રઈયાએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com