________________
(૧૧૪)
મહાવીર અને શ્રેણિ .: રાજાની વાત સાંભળી રાણી મંદ હાસ્ય કરતી બેલી.
મહારાજ! પ્રથમ હું એક વાત કહું, તે ઉપર આપ લક્ષ આપશો તે આપને બધી સમજણ પડી જશે.”
“શી છે તારી વાત?” રાજી આતુરતાથી સાંભળવા લાગ્યો.
સ્વામિન! કઈ ગામમાં બે વણિક રહેતા હતા. તેઓ અને પરસ્પર મિત્ર ને એક જ જ્ઞાતિના હતા. દેવગે તેમની સ્ત્રીઓ એક સાથે ગર્ભવતી થવાથી બન્ને વણિક મિત્ર પરસ્પર કહેવા લાગ્યા કે-આપણને જે એકને પુત્ર અને બીજાને પુત્રી જન્મે તે એકબીજા સાથે એમને વિવાહ કરો.” બન્નેએ તે વાત કબુલ કરી. પાછળથી કઈ ફરી ન જાય એ માટે એમણે પાકું લખત કર્યું. હવે ગર્ભને સમય પૂર્ણ થતાં એકને પુત્રી અવતરી ને બીજી સ્ત્રીને સર્પ અવતર્યો.
એ સર્પને પોતાની પુત્રી આપવાની ના પાડવાથી સર્પવાળા વણિકે રાજા આગળ ફર્યાદ કરી પેલું લખત હાજર કર્યું જેથી વણીકને રાજાના હુકમથી પોતાની પુત્રી સાથે પરણાવવાની ફરજ પડી ને સર્પ સાથે પિતાની પુત્રીના વિવાહ કર્યો.
લગ્ન થયા પછી રાત્રે દંપતી શયનગૃહમાં ગયાં. ત્યાં બનેના પલંગ જૂદા જૂદા હતા. તે ઉપર તેમણે શયન કર્યું. તે સમયે એ સર્પના શરીરમાંથી એક દિવ્ય કાંતિમાનું પુરૂષ નીકળે. તે પેલી કન્યા સાથે ક્રીડા કરવા લાગ્યા. પ્રાત:કાળે તે પાછે સર્પના શરીરમાં જ સમાઈ ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com