________________
(૧૨)
મહાવીર અને શ્રેણિક. બૌદ્ધાચાર્યના ઉપાનહ (પગરખાં) ગુપ્ત રીતે ઉપાડી લાવી તેના સૂક્ષમ સૂક્ષમ ટુકડા બનાવી દૂધમાં નાંખી, એની ખીર બનાવી દીધી. બીજી બધી રસેઈ તૈયાર હતી પણ ખીર બનાવવાની વાર હતી, તે બૌદ્ધ સાધુઓના આવ્યા પછી થોડી જ વારમાં બની ગઈ. રાઈ તૈયાર થઈ ગઈ એટલે સેવકેએ આવીને રાજાને ખબર આપ્યા. રાજાએ બૌદ્ધાચાર્ય અને તેના પરિવારને પ્રીતિપૂર્વક જમાડ્યા. બૌદ્ધ સાધુઓ પણ એ ઉત્તમ રસેઈનાં વખાણ કરતાં કરતાં બહુ જ સારી રીતે જમ્યા.
જમી પરવાર્યા પછી રાજાએ આશ્રમમાં આગ લાગવા સંબંધી હકીક્ત ખાદ્ધગુરૂને પૂછી પણ એવી કાર જ્ઞાનવાળી બાબત એ ગુરૂ શી રીતે જાણી શકે? જેથી ગુરૂએ પિતાનું અઝપણું બતાવ્યું. આડીઅવળી કેટલીક વાત કરી, ધર્મચર્ચા કરીને બાદગુરૂ જવાને માટે ઉક્યા. પિતાના ઉપાહ શોધવા લાગ્યા છે તે પણ મળે નહિ. બિચારા આમતેમ ફાંફાં મારવા લાગ્યા. ગુરૂને આમતેમ જોતા જોઈ એમના શિષ્ય પગરખાં શોધવા મંડી ગયા; પણ એને પત્તો હવે કયાં લાગે?
ગુરૂના ઉપાનહ ગુમ થયા જાણું રાજાએ પોતાના સેવકોને હુકમ કર્યો, એટલે તરત જ ચેલ્લણા દેવીએ રાજાને કહ્યું. “મહારાજ ! આપના ગુરૂ જ્ઞાનથી જાણું છે કે એમનાં પગરખાં કયાં છે?”
ચેલણાનું વચન સાંભળી બૌદ્ધાચાર્ય રહાનિ પામી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com