________________
(૧૧૦)
મહાવીર અને શ્રેણિક રાજાને પણ શંકા તે થઈ કે અગ્નિ કેવી રીતે પ્રગટ થય? “કઈ દુશ્મને ઉત્પન્ન કર્યો હશે કે કંઈ કાવતરું રચાયું હશે? કંઈ સમજાતું નથી છતાં મહારાજ ! હું તપાસ કરીશ.”
એ અગ્નિ ઉપર પુરપાટ પાણીને મારો લાગવાથી અગ્નિ શાંત થયો ને રાજા-રાણી પોતાના સ્થાનકે ચાલ્યાં ગયાં.
પ્રકરણ ૧૪ મું.
દંભને ફેટ. રાજા રાણી પિતાને સ્થાનકે તે આવ્યાં, પણ રાજાનું મન આજે ચિંતાતુર હતું. કેવી રીતે બૌદ્ધ સ્થાનકમાં આગ લાગી તે માટે રાજા વિચારમાં હતું. આટલો બધે રાજાને વિચારમાં પડેલે જોઈ રાણી ચેલણાદેવીએ પૂછયું. “સ્વામી! શું વિચારમાં છો?”
“એ બૌધ્ધાશ્રમમાં આગ લાગી તેનું કારણ મારા ધ્યાનમાં આવતું નથી તેથી વિચાર કરું છું.” રાજાએ ચિંતાનું કારણ સમજાવ્યું.
પણ એમાં આટલું બધું વિચારશે ? આપના ગુરૂ તે જ્ઞાની છે ને ? તેમને પૂછશો તે જ્ઞાનથી જાણીને તેઓ
કહેશે.” રાણીએ ખુલાસો કર્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com