________________
દભ. સોહ...
(૧૫) કન્યાએ આ વાત પિતાના સંબંધીજનને કહી, જેથી તેઓ ખુશ થયાં, પણ એ દિવ્ય કાંતિવાળે પુરૂષ પિતાના સ્વરૂપમાં જ કાયમ રહે તે માટે શું કરવું ? એ વિચાર કરવા લાગ્યાં.
એકદા એક બુદ્ધિમાન પુરૂષને આ પરિસ્થિતિ સમજાવતાં તે ચતુર પુરૂષે એમને એક યુક્તિ બતાવી કે “જયારે તે સમાંથી સુંદર પુરૂષ ઉત્પન્ન થઈ કન્યા સાથે ક્રીડા કરવા જાય ત્યારે એ સપનું કલેવર તમારે બાળી ભસ્મ કરી દેવું. પછી તે હમેશાં પિતાના સ્વરૂપમાં જ રહેશે.” એ બુદ્ધિમાન પુરૂષની આ યુક્તિ ઠીક પડવાથી રાત્રીને સમયે તેમણે સનું કલેવર બાળી નાખ્યું જેથી એ પુરૂષ પોતાના દિવ્ય સ્વરૂપમાં જ રહ્યો.”
જેવી રીતે એ પુરૂષ પિતાના દિવ્ય સ્વરૂપમાં રહ્યો તે જ પ્રમાણે તે સ્વામી! મેં પણ વિચાર કર્યો કે આપના ગુરૂ હમેશાં સ્વર્ગે જતા હશે, તે તે દિવ્ય દેહ ધારણ કરીને સ્વર્ગ જતા હશે અને જ્યારે દિવ્ય શરીરે વગે જતા હશે ત્યારે તેમનું મૂળ શરીર અહીંયાં જ મૂકી જતા હશે. આપણે
જ્યારે એમને દર્શને ગયાં ત્યારે ગુરૂ વગે ગયેલા જાણી મેં ધાર્યું કે એમનું માનવ કલેવર અહીંયાં પડેલું હશે એને જે સળગાવી દીધું હોય તે હમેશાં દિવ્ય સ્વરૂપે ગુરૂ બધાને દર્શન આપે એમ ધારીને મેં એ બદ્ધ આશ્રમમાં અગ્નિ પ્રગટાવ્યું કે જેથી પેલા કલેવરને અંત આવે, પણ મારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com