________________
આતે ધૂર્તતા કે યુકિત ?
(૧૦૫) વિદેમાં એ રાજકાર્ય પણ ભૂલી જતું હતું ને દેવતાની માફક ગતસમયને પણ રાજા જાણતે નહિ ,
એકદા રાણું ચલણ સાથે વિનોદ કરતા રાજા આનંદમાં બેઠા હતા તે સમયે રાજાએ ચેલણ રાણીને પૂછ્યું “પ્રિયા! જગતમાં સારમાં સાર એક બુદ્ધિધર્મ છે.
એ બુદ્ધધર્મના સ્થાપક બુદ્ધ ભગવન સર્વજ્ઞ અને બોધિસત્વ પામેલા છે. જન્મ-મરણના ફેરા એમના દૂર થયેલા છે–કૃતકૃત્ય થયેલા છે.”
શાજાના ગુરૂ ધર્માચાર્ય બુદ્ધદેવનાં વખાણ સાંભળી રાણી મૌન રહી. જૈન ધર્મનાં તત્વોને જાણનારી રાણી સમજતી હતી કે “સર્વજ્ઞ કેણ કહેવાય છે? ધૃત્ત ખાદ્ધ સાધુઓએ રાજાને બરાબર ભેળવ્યું છે.” “સ્વામી ! તમારા બુદ્ધ ભગવાન ખચીત શું સર્વજ્ઞ છે? સર્વજ્ઞ કને કહેવાય છે તે આપ જાણે છો ને?”
હા વળી, ભૂત, ભવિષ્ય અને વર્તમાન, ત્રણે કાળની વાત જે જાણી શકે છે તે જ સર્વજ્ઞ કહેવાય. ”
તમારા બુદ્ધદેવ એકલા જ સર્વજ્ઞ છે કે તેમના શિષ્ય પણ સર્વજ્ઞપણું પામેલા છે સ્વામી?” રાણીએ પૂછયું:
અરે બુદ્ધ ભગવાન ઉપરાંત એમના શિષ્યો પણ સર્વ જ છે. આજે એક બૌદ્ધાચાર્ય પોતાના પરિવાર સાથે આપણે ત્યાં ભજન કરવાને પધારવાના છે. તે પણ પણ
સર્વજ્ઞ છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com