________________
પ્રકરણ ૧૨ મું.
બુદ્ધ અને તેમને ધર્મ. રાજગૃહપતિ મગધરાજ શ્રેણિકને ચેટલા પ્રમુખ અનેક રાણીઓ હતી. કાળે કરીને તેમને અભયકુમાર, મેઘકુમાર, નંદિષેણ, કેણિક, હલ, વિહલાદિક ઘણા કુમારે થયા. રાણીઓમાં ચેલણને પટ્ટરાણુંપદ આપવામાં આવ્યું હતું. રાજા શ્રેણિક ચલ્લણ સાથે વાણીવિદ આદિ અનેક પ્રકારનું સુખ જોગવતાં પોતાને સમય સુખમાં પસાર કરતા હતા. મગધરાજ બુદ્ધના ભક્ત હોવાથી રાજગૃહમાં બુદ્ધના અનેક વિહારો (આશ્રમસ્થાન) હતા, જેમાં અનેક બૌદ્ધ સાધુઓ આશ્રયસ્થાન પામી લોકોને પોતાના ધર્મમાં આકર્ષતા હતા. બધિસત્વ પ્રાપ્ત કરી ચૂકેલા બુદ્ધ લેકને ઉપદેશ કરી પોતાના માર્ગમાં આક્ષી, બાદ્ધ નામે નવીન મત હમણાં કેટલાંક વર્ષથી ચલાવ્યું હતે. એના ઘણાય શિષ્ય અનેક દેશમાં ફરી લોકોને બૌદ્ધધમી બનાવી રહ્યા હતા. તે સિવાય બુદ્ધ પણ મગધરાજ શ્રેણિક વગેરે રાજાઓને પિતાના ભક્ત બનાવ્યા હતા. શ્રેણિક વારંવાર બુદ્ધના સમાગમમાં આવતું હતું. તેના નિ, સિદ્ધાંતે પોતાને મનગમતા અને અનુકૂળ હોવાથી રાજા એને પરમરાગી બની ગયું હતું, જેથી તેણે રાજગૃહી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com