________________
કૌશબીમાં.
(૫) વિનંતિ કરી. “ભગવાન ! આ ભેજન આપને ઉચિત તા નથી છતાં મારી ઉપર કૃપા કરીને આપ ગ્રહણ કરો.” એમ બેલતી બાળા ચંદના ઘરના ઉમરમાં એક પગ અંદર ને બીજો બહાર એવી સ્થિતિમાં ઉભી રહી ગઈ; કારણ કે બન્ને પગમાં બેડીઓ હોવાથી તેમજ ત્રણ-ત્રણ દિવસના ઉપવાસ હોવાથી બંડીવાળા પગે ઉમરે ઓળંગવાની એનામાં તાકાત નહતી.
બાળા ચંદનાને આવી સ્થિતિમાં જોઈ એ મહાપુરૂષ પોતાને અભિગ્રહ પૂર્ણ થયેલ છે કે નહિ તે જોયું તે તેની આંખમાં આંસુ નહિ હોવાથી ભગવાન પાછા ફર્યા. ભગવાનને પાછા ફરેલા જોઈ પિતાના ભાગ્યને નિંદતી ચંદના રડવા લાગી. “અરે! હું મંદ ભાગ્યવાળી છું કે આવા દયાળુ પુરૂષે પણ મારી સામે નજર કરતા નથી.”
શોક કરતી ચંદના તરફ ભગવાને નજર કરી તો પિતાને ન્યૂન રહેલો અભિગ્રહ પૂર્ણ થયેલ દીઠે. તરત ભગવાન પાછા ફર્યા ને એ અડદની ભિક્ષા ગ્રહણ કરી. લગભગ છ માસે આ પ્રમાણે આ મહાપુરૂષને અભિગ્રહ પૂર્ણ થવાથી પંચ દિવ્ય પ્રકટ થયાં. દેવતાઓ પણ ત્યાં પ્રકટ થયા. ચંદનાની બેડીઓ ઝાંઝર (નુપૂર) બની ગયાં ને મસ્તકે કેશકલાપ નવીન પ્રગટ થયા. કેટલાક દેવતાઓ આકાશમાં સંગિત કરવા લાગ્યા. દેવતાઓને આનંદ ને ભગવાનને અભિગ્રહ પૂર્ણ થયેલે જાણવાથી શતાનિક રાજા, રાણી, મંત્રીઓ વિગેરે ભગવાનનાં દર્શન કરવાને દેડી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com