________________
મહાવીર અને શ્રેણિક.
પણ સમાચાર મળ્યા નહિ. રાતના પણ ખબર ન પડી. બીજે દિવસે પણ પ લાગે નહિ ત્યારે તેમને શંકા તે પડી, પણ એનાં માણસે મળાની બીકથી સત્ય વાત કરે નહિ. ત્રણ-ત્રણ દિવસ થઈ ગયા ત્યારે શેઠે સર્વ માણસોને બેલાવી સખ્ત તાકીદ કરી. ક્રોધથી શેઠનું ઉગ્ર સ્વરૂપ થયું ત્યારે એક વૃદ્ધાએ ચંદનાના સમાચાર આવ્યા. જે ઓરડીમાં બંધ કરી હતી ત્યાં જઈને તે બતાવી.
શેઠે કઈ પ્રકારે તાળું તેડીને મલીન મુખવાળી ને આંખમાં અથુવાળી ચંદનાને એ અંધારા ગૃહમાંથી બહાર લાવી પરસાળમાં બેસાડી, ને રસેડામાં ખાવાનું શોધવા ગયે. દેવેગે ત્યાં કંઈ ભેજન તૈયાર ન હોતું, પણ સુપડાના ખુણામાં થોડા અડદ પડેલા હતા તે ચંદનાને આપતાં કહ્યું. “હે વત્સ! તું આ કુમાષ (અડદ) નું ભેજન કર એટલામાં હું તારી બેડી તોડવાને લુહારને બોલાવી લાવું છું.” એમ કહી શેઠ લુહારને તેડવા ગયે.
બાળા ચંદના વિચાર કરવા લાગી: ઓહ ! કયાં મારે રાજકુળમાં જન્મ અને કયાં બેડીઓ? કર્મની ગતિ કેવી વિચિત્ર છે કે આજ અઠ્ઠમ તપને પારણે પણ ખાવામાં અડદ મલ્યા છે જે કઈ અતિથિ આવે તે હું તેને આપીને પછી પારણું કરૂં.” બાળા ચંદના એ પ્રમાણે વિચાર કરતી હતી એ અરસામાં શિક્ષાને માટે ફરતા ફરતા ભગવાન ત્યાં આવી ચડ્યા. એમને જોઈ બાળા ચંદનાએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com