________________
(૯૦)
મહાવીર અને શ્રેણિક ઠીક નહિ, માટે ગમે તે રીતે તેમને અભિગ્રહ તમારે જાણું લે કે જેથી હું તેમને ભક્તિથી પારણું કરાવું. ”
મહારાજ ! એમના મનમાં ધારણ કરેલે અમુક , વિશિષ્ટ પ્રકારને અભિગ્રહ જાણી શકાતું નથી તેથી મને. પણ ખેદ થાય છે, છતાં એને માટે કંઈક ઉપાય તે કરવું જોઈએ.”
“શું ઉપાય કર જોઈએ તે કહે ત્યારે ?” રાજાએ પૂછયું.
“તે માટે ધર્મશાસ્ત્રના જાણનાર પંડિતને બોલાવે, શાસ્ત્રોમાં અભિગ્રહોનું જે વર્ણન લખેલું હશે તે તેમનાથી આપણને જણાશે.” - પ્રધાનનું વચન સાંભળી રાજાએ તરતજ તથ્યનંદી નામના ઉપાધ્યાયને બોલાવ્યા. “હે મહામત ! તમારા શાસ્ત્રમાં સર્વ ધર્મના આચારા કહેલા છે તે આપણા નગરમાં આવેલા આ મહાપુરૂષને ક અભિગ્રહ હશે તે કહે?” રાજાએ ધર્મશાસ્ત્રમાં વિચક્ષણ એ ઉપાધ્યાયને પૂછયું.
હે રાજન ! મહર્ષિઓને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી અભિગ્રહ ઘણા પ્રકારના હોય છે. આ મહાત્માને કયા પ્રકારનો અભિગ્રહ હશે એ તે વિશેષ જ્ઞાન વગર જાણી શકાય નહિ.”
રાજાએ ઉપાધ્યાયને શીખ આપ્યા પછી મંત્રી સાથે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com