________________
(૮૮),
મહાવીર અને શ્રેણિક - “હે મહામંત્રી ! તમે કઈ પણ રીતે એમને. અભિગ્રહ ન જાણી શકે તે બીજાના ચિત્તને ઓળખનારી તમારી બુદ્ધિ શું કામની છે? કઈ પણ રીતે એ મહાપુરૂષને અભિગ્રહ પૂર્ણ થાય, આપણા મને રથ સફળ થાય.”
પ્રિયા ! એમને અભિગ્રહ જેવી રીતે જાણશે તે પ્રકારે જાણવાને હું પ્રાત:કાળથી પ્રયત્ન કરીશ. તું નિશ્ચિત રહે. ” પ્રધાન સુગુપ્ત પત્નીને દિલાસો આપે.
કાશીબીપતિ શતાનિક રાજાની પટ્ટરાણી મૃગાવતીને અને નંદાને સખીપણું હોવાથી આ સમયે પટ્ટરાણીએ કાર્યપ્રસંગે વિયાને નંદા પાસે મોકલેલી. તે વિજ્યા મંત્રી અને મંત્રી–પત્નીની ઉપર પ્રમાણેની વાતચીત સાંભળી પિતાનું કાર્ય કરી પિતાની બાઈ પાસે ચાલી ગઈ, અને આ પતિપત્નીને સંવાદ પિતાની શેઠાણીને કહી સંભળાવ્યું.
વિજયાના મુખથી આ વાત સાંભળી પટ્ટરાણી મૃગાવતી બહુ જ દુઃખી થઈ. એ નારેશ્વર પ્રત્યે ભક્તિવાળી આ મહિષી એમને અભિગ્રહપૂર્ણ કરવાની ઉત્કંઠાવાળી થઈ ગઈ. શેકથી વિહવળ થયેલી પટ્ટરાણીને રાજાએ શોકનું કારણ પૂછ્યું. તેના જવાબમાં મૃગાવતી બેલી. “અરે સ્વામી! તમારા જેવા રાજલુબ્ધ પુરૂને કહેવાથી શું? રાજાએ તે દૂત દ્વારા ચરાચર બધા જગતને જાણી શકે છે ત્યારે તમે તે આપણા શહેરમાં શું બને છે તેની વાત પણ જાણતા નથી.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com