________________
કૌશંબીમાં.
(૮૭) સ્વામી! કેઈએ મારી આજ્ઞા વિરોધી નથી તેમજ તમારો પણ અપરાધ થયે નથી, પણ આજે આપણે ઘેર ભગવાન પધાર્યા એમને હું પારણું કરાવી શકી નહિ તેથી મને ખેદ થાય છે.” નંદાએ પિતાના શોકનું કારણ પતિ આગળ વ્યક્ત કર્યું. એ અરસામાં પટ્ટરાણીની વિજયા નામની છડીદાર સ્ત્રી ત્યાં આવી હતી તે આ વાર્તાલાપ સાંભળવા લાગી.
પણ દેવી ! એમ બનવાનું કારણ? શા માટે એ ભગવાને આપણે ઘેરથી શિક્ષા ગ્રહણ ન કરી? શું આહારપાણીની જોગવાઈ નહોતી કે બીજું કાંઈ કારણ હતું?” સુગુપ્ત મંત્રીએ પત્નીને પૂછ્યું.
“આજે આમ બન્યું છે એમ નથી કાંઈ. એ મહાપુરૂષ ચાર-ચાર માસ થયાં આપણું નગરીમાં ભિક્ષાને સમયે આહારને માટે ફરે છે, પણ લીધા વગર ચાલ્યા જાય છે. કોઈ પણ પ્રકારને એમને અપૂર્વ અભિગ્રહ હવે જોઈએ કે ચાર-ચાર માસ વહી ગયા છતાં એ અભિગ્રહ પૂર્ણ થતું નથી. ચારચાર માસ થયાં એ મહાપુરૂષ અન્નપાણુ વગર ને આપણે દિ ઉગ્યે કેઠા સુધી કાંસ્યા કરીયે! હા ! કહેશો જરી આ વાત સાંભળી કેને ખેદ ન થાય!” નંદાએ પતિને કહ્યું.
“ચાર-ચાર માસ થયા ભિક્ષા વગર એ મહાપુરૂષ રહ્યા છે ને હું તે કાંઈ જાણતું નથી. તે આજે કહ્યું તે ઠીક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com