________________
કોશંખીમાં.
(૮૯) “અરે! એવું તે શું બન્યું છે તે જરા સ્પષ્ટતાથી કહે. ” રાજાએ આતૂરતાથી પૂછયું. -
દેવેદ્રો અને મનુષ્ય જેની સેવા કરે છે એવા ભગવાન આપણું શહેરમાં પધાર્યા છે તે તમે જાણો છો? તેઓ કઈ પણ પ્રકારના અભિગ્રહથી શિક્ષાને માટે ફરે છે પણ વગર ભિક્ષાએ તે પાછા ચાલ્યા જાય છે. આજ ચારચાર માસ થયાં એ મહાપુરૂષની આ સ્થિતિ છે, તેની તમને શું ખબર હેય?” કંઇક રેષથી મૃગાવતી બેલી.
દેવી! મને એ સંબંધી કંઈ ખબર નથી. તે મને ચેતવ્ય એ ઠીક કર્યું. હવે હું એ માટે કંઈક ઉપાય કરીશ.” રાજાએ રાણીને દિલાસે આવે. •
તમને કયાંથી ખબર હોય ? રાજ્યસુખમાં પ્રમાદી થયેલા હે સ્વામી! તમને, મને અને આપણા અમાત્યને ધિકાર છે કે જેમના નગરમાં આટલા આટલા દિવસ સુધી ભગવાન ભિક્ષા વગર રહ્યા છે.”
હે ધર્મચતુરે! વૃથા શોક ન કરે! એ ભગવંતને કઈ પણ પ્રકારે અભિગ્રહ જાણું પ્રાત:કાળે હું તેમને પારણું કરાવીશ.” રાજાએ કહ્યું.
પ્રાત:કાળે રાજાએ મંત્રીને બોલાવ્યો ને તેને બધી વાત કહી સંભળાવી. “હે મંત્રી ! ચાર-ચાર માસ થયાં મારી નગરીમાં આ મહાપુરૂષ આહારપાણ વગર રહે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com