________________
પરોપકારને માટે
(૩૫) જીવન ખચિત અલાકિક હતું. જગતનું ધ્યેય જૂદું હતું જ્યારે આ મહાપુરૂષનું ધ્યેય નિરાળું જ હતું.
જે જે ગામ, નગર કે શહેરમાં એ મહાપુરૂષનાં પગલાં થતાં તે તે શહેરની નારીએ તો એમના સૌંદર્ય ઉપર મરી ફિટતી હતી, એ અથાગ સોંદર્ય આગળ રૂપગર્વિતા નારીઓ પણ પિતાને ગર્વ છેડી એમની પ્રાર્થના કરતી, એમની આગળ પોતાનું સર્વસ્વ અર્પણ કરતી, ધન, દૌલત અને દિલ એમના ચરણમાં અર્પણ કરી હાવભાવથી એમનું મન વશ કરવાનો પ્રયત્ન કરતી; છતાં એ મહાપુરૂષને સંસારનું આવું નાટક કાંઈપણ અસર કરતું નહિ-એ મોહનાં અનુકૂળ બંધને પણ એમને અડચણ કરતાં નહિ. એમના સૌંદર્યથી ઘેલી બનેલી નારીઓની હાવભાવભરી પ્રેમચેષ્ટાઓ પણ આ મહાપુરૂષને તે વૈરાગ્યમાં જ વધારે કરનારી થતી હતી. એને તે સંસારની કોઈ પણ સ્ત્રી ગમતી જ નહોતી તે પછી એવા મેહબંધનો એને શું કરે? અરે! એ મહાપુરૂષને તે એક એવી અજબ સ્ત્રીની લાલચ લાગેલી હતી કે એ પુરૂષ તે રમણની વરમાળ લેવાને આતુર થયા હતા. એની વરમાળ આગળ જગતની સુંદરીઓની વરમાળ એમને છ જણાતી હતી, તેથી જ એ મહાપુરૂષ અત્યારે આ સ્થિતિએ હતા.
કવેતાંબી નગરીના માર્ગે જતાં અનુક્રમે બે રસ્તા આવ્યાઃ એક રસ્તે ઉજજડ હતું જ્યારે બીજા રસ્તા ઉપર
અનેક મનુષ્યનું આવાગમન હતું, છતાં એ મહાપુરૂષ ઉજજડ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com